News of Thursday, 11th September 2025
મોરબીના ચેતન મકવાણાએ મુળીના દાધોરીયા ગામ પાસે ઝેર પીધું: ગંભીર
પત્નિ લક્ષ્મી મુળી નજીકના ગામે રિસામણે હોવાથી પગલુ ભર્યાની શક્યતા

રાજકોટ તા. ૧૧: મોરબીમાં રહેતાં ચેતનભાઇ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.૩૪) નામના યુવાને મુળીયાના દાધોરીયા ગામના પાટીયા પાસે ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ ચેતનભાઇએ ગઇકાલે મોરબીથી નીકળી ગયા બાદ મુળી નજીક દાધોરીયા ગામ પાસે ઝેર પી લઇ પોતાના ભાઇ, સાળા સહિતનાને ફોનથી જાણ કરતાં બધા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેને સારવાર માટે રાજકોટ ખસેડયો હતો. ચેતનભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં મોટો છે અને તે કડીયા કામની મજુરી કરે છે. સંતાનમાં એક દિકરો છે.
સગાએ કહ્યું હતું કે કેટલાક સમયથી ચેતનભાઇના પત્નિ લક્ષ્મીબેન મુળીના રાસીંગપર ગામે રિસામણે છે. કદાચ આ કારણે ચેતનભાઇએ આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે. હાલ તે બેભાન હોઇ ભાનમાં આવ્યે પોલીસ તપાસ કરશે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
