News of Thursday, 11th September 2025
સાવરકુંડલામાં રિધ્ધિસિધ્ધિ ચોકથી ભૂવા રોડમાં ગેરરીતિનો આક્ષેપ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૧ : સાવરકુંડલા ખાતે રિધ્ધિ સિધ્ધિ ચોક થી ભુવા રોડ સુધી નો બનતો રોડ જે ખરે ખર ટેન્ડર ની શરત પ્રમાણે એક ટકો પણ કામ થતું નથી અને ખુલ્લે આમ ભષ્ટ્રાચાર થતો હોવા નું જોઈ શકાય તેમ છે છતાં પણ કહેવા તા આગેવાનો શા માટે ચૂપ છે ? સાવરકુંડલા નું રાજકારણ તો ગાંધીનગર માં પ્રચલિત છે ત્યારે કોય પ્રતિનિધિ કે પૂર્વ પ્રતિનિધિ શા માટે મોન સેવી લીધું છે કરોડો રૂપિયા ના ખર્ચે બનતા રોડ ના કામ એકદમ ભ્રષ્ટાચાર યુક્ત બની રહ્યો છે આ બનતા રોડ ના કામ માં બિલકુલ નીચે ના ભાગ માં લોખંડ તો વાપરવા માં આવતું નથી લોખંડ ની જગ્યા એ નીચે પ્લાસ્ટિક નું પાથરણું નાખે છે એ તો કાંઈક નવીન જ રીતે કામ થાય છે લોખંડ ની જગ્યા એ પ્લાસ્ટિક નું પાથરણું નાખવા નું રોડ ના કામ કરવા ની શરત હશે ? કે પછી ભ્રષ્ટાચાર કરવા માટે લોખડની જગ્યા એ પ્લાસ્ટિક વાપરવા માં આવી રહ્યું છે તેમજ કાંકરી નબળી સિમેન્ટ હલકી આવું નબળી વસ્તુ વાપરવા માં આવતું હોય તો પછી કામ નબળું જ થાઈ ને ? આવી સંદતર હલકી ગુણવતા વાળી વસ્તુ વાપરી થતી નબળી કામગીરી ની તપાસ કરવા માં આવશે ખરા કે.પછી આખ આડા કાન કરવા માં આવશે તેવો વેધક સવાલ લોકો માંથી થઈ રહ્યો છે. (૯.૧૩)
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
