<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

લિલીયા-પૂંજાપાદરના વર્ષો જૂના બ્રિજનો પ્રશ્ન હલ : બે નવા બ્રિજ અને રોડ બનશે

લિલીયા અને પૂંજાપાદરના વિકાસ માટે રૂ.૧૫ કરોડ મંજૂર કરવા બદલ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલનો આભારઃ ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૧: સાવરકુંડલા  લીલીયા વિધાનસભાના  ધારાસભ્‍ય મહેશભાઈ  કસવાલા દ્વારા ગુજરાત સરકાર માં રજૂઆત કરીને લિલીયા અને પૂંજાપાદર ગામ વચ્‍ચેના વર્ષો જૂના બ્રિજના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે, ગુજરાત સરકાર દ્વારા કુલ રૂ.૧૫ કરોડના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં લિલીયા-પૂંજાપાદર બ્રિજ અને સી.સી. રોડ રૂ. ૧૨ કરોડના ખર્ચે લિલીયા અને પુંજાપાદર ગામને જોડતો એક અત્‍યાધુનિક બ્રિજ બનાવવામાં આવશે.

આ ઉપરાંત, બજાર વિસ્‍તારમાં પણ રોડનું નિર્માણ કરવામાં આવશે, જે અવરજવરને વધુ સુગમ બનાવશે. રૂ.૩ કરોડના ખર્ચે લિલીયા-પુંજાપાદર-ભેંસવડી અને પુંજાપાદર-આંબા જંકશન પર ટ્રાઈએંગલ બ્રિજનું નિર્માણ થશે. જેમા બોક્‍સ કલ્‍વટ અને માઈનોર બ્રીજ બનશે .આ બ્રિજ ટ્રાફિકની સમસ્‍યા હલ કરશે અને પ્રવાસને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે.

આ વિકાસકાર્યોથી સ્‍થાનિક લોકોના જીવનધોરણમાં સુધારો થશે અને આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળશે. લિલીયા અને પૂંજાપાદરના વિકાસ માટે આ રૂ.૧૫ કરોડની ફાળવણી બદલ માનનીય મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઇ પટેલનો સાવરકુંડલા - લીલીયા વિધાનસભાના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલાએ આભાર માન્‍યો હતો તેમ સત્‍વ અટલધારા કાર્યાલયના ઇન્‍ચાર્જ જે.પી. હીરપરાએ યાદીમાં જણાવ્‍યું છે.(૨.૧૫)

(1:11 PM IST)