News of Friday, 12th September 2025
મોરબીમાં વિશ્વ ઓઝોન દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ.
બધા જ સ્પર્ધકો ને પ્રમાણપત્ર તથા વિજેતાઓ ને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવાં માં આવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીમાં વિશ્વ ઓઝોન દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ. પાઠવાયું છે
● કેટેગરી:-2 ધોરણ:-5, 6, 7, 8 માટે પ્રશ્ન:-
(2) : અલ્ટ્રાવાયોલટ ( પાર જાંબલી) કીરણો એટલે શું ? તે આપણને કેવી રીતે અસર કરે છે ..
● કેટેગરી:- 3 ધો:- 9 , 10, 11, 12 માટે પ્રશ્ન:-
(3) “ઓઝોન” “પૃથ્વી નું સુરક્ષા કવચ છે” સમજાવો.
● કેટેગરી:-4 કૉલેજ સ્ટુડન્ટ , શિક્ષકમિત્રો , તજજ્ઞો તથા વાલીશ્રીઓ. માટે પ્રશ્ન:-
(4) ઑઝોન લેયર એટલે શું ? અલ્ટ્રાવાયોલટ કીરણો જીવસૃષ્ટિ માટે ખતરનાક છે સમજાવો..
કેટેગરી મુજબ નાં પ્રશ્નો પર આપનાં વિચારો રજુ કરતાં બધા જ સ્પર્ધકો ને પ્રમાણપત્ર તથા વિજેતાઓ ને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવાં માં આવશે.
આ સ્પર્ધા માં ભાગ લેવાં વિડીઓ બનાવી નીચે આપેલ કોઈપણ એક વૉટ્સેપ નંબર પર તારીખ : 16/9/ 2025 સાંજ નાં 6=00 સુધી 98249 12230 /97279 86386 પર મોકલી શકો છો.
આ સ્પર્ધા નથી પણ લોક જાગૃતિ માટે આજ ની જરૂરિયાત છે જે આપનાં મિત્ર-સર્કલ તથા અન્ય ગૃપ માં પણ જરુર જાણ કરશો.દિપેનભાઈ ભટ્ટ
“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ,ધી વી સી ટેક હાઈસ્કૂલ રૂમ નંબર ૨૦૨ મોરબી જીલ્લો.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
