<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

ધોરાજીમાં જૂગાર રમતા પાંચ પકડાયા

વડવાજડી ગામે જૂગાર રમતા ૩ને મેટોડા જીઆઇડીસી પોલીસે ઝડપી લીધા

રાજકોટ તા. ૧ર :.. ધોરાજીમાં જાહેરમાં જૂગાર રમતા પ શખ્‍સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતાં.

મળતી વિગતો મુજબ ધોરાજી - જામકંડોરણા ચોકડી પાસે પાવરીયાપરામાં  તાલુકા પોલીસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) રાજૂ મગનભાઇ સોલંકી ધંધો મજૂરી રહે. ધોરાજી પાવરીયાપરા (ર) રમેશ ધનજીભાઇ ચૌહાણ ધંધો મજૂરી રહે. ધોરાજી પાવરીયાપરા (૩) સંજય કાનજીભાઇ પરમાર, ધંધો ખેતી રહે. ધોરાજી પાવરીયાપરા (૪) કાનજી વશરામભાઇ દેલવાડીયા ધંધો મજૂરી રહે. ધોરાજી પાવરીયાપરા તથા (પ) લખમણ નાથાભાઇ ટાપરીયા ધંધો માલઢોર રહે. ધોરાજીને રોકડા રૂા. ર૮૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

તેમજ મેટોડા જીઆઇડીસી પોલીસે વડ વાજડી જુના ગામમાં રોડની બાજુમાં આવેલ જાહેર જગ્‍યામાં રેઇડ કરી જુગાર રમતા (૧) સિધ્‍ધરાજ રઘુભાઇ પીપળીયા ધંધો.ડ્રાળવીંગ રહે.વડવાજડી જુનાગામમાં, (ર) વિશાલ વિનુભાઇ વાઘેલા ધંધો.ડ્રાઇવીંગ રહે.વડવાજડી જુનાગામમાં તથા (૩) વલીમહમદ મહમદભાઇ શેરશીયા ધંધો.નિવૃત રહે.પલાસળી, તા.વાંકાનેરને રોકડા રૂા.૪૯૫૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. (પ-૧૮)

 

(11:26 AM IST)