<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

ભાડલા પોલીસે ગૂમ પ મોબાઇલ ફોન શોધી મુળ માલીકને પરત કર્યા

રાજકોટ તા. ૧ર :.. ભાડલા પોલીસે ગૂમ પ મોબાઇલ ફોન શોધી મૂળ માલીકને પરત કર્યા હતાં.   રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક  વિજયસિંહ ગુર્જરે  ગુમ થયેલ મોબાઈલની પો.સ્‍ટે ખાતે આવેલ અરજીઓને CEIR પોર્ટલ તથા ટેકનીકલ સોર્સીસથી ઝડપથી શોધીને મુળ માલીકને પરત કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  કે.જી.ઝાલા  માર્ગદર્શન હેઠળ ભાડલા પોલીસ સ્‍ટેશન પો.ઇન્‍સ  કે.વી.પરમાર તથા પોલીસ સ્‍ટાફ ના માણસો દ્વારા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ગુમ થયેલ કુલ કિંમત રૂ. ૬૭,૪૮૯/- ના કુલ- ૦૫ મોબાઈલને CEIR પોર્ટલ તથા ટેકનીકલ સોર્સીસથી ગણતરીના દિવસોમાં શોધીને મુળ માલીકને સુપ્રત કર્યા હતા. આ કામગીરી  ભાડલાના  પરમાર, પો.હેડ કોન્‍સ નીલેષભાઇ ઝાપડીયા તથા  પો.હેડ કોન્‍સ જયેશભાઇ ચાવડા સહિતના સ્‍ટાફે કરી હતી. (

(11:28 AM IST)