તા. ૩૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૦ રવિવાર
News of Friday, 12th September 2025
મોરબી એલસીબીએ પ.૧૬ લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો
મોરબીના રંગપર પાસે કારમાં વિદેશી દારૂ સાથે એક પકડાયો

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ, મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૨: મોરબીના ભરતનગર ગામથી ખોખરા હનુમાનજી તરફ જતા રોડ પર ખાઈમાંથી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂ અને બીયરનો ૫.૧૬ લાખની કિમતનો જથ્થો ઝડપી લઈને આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભરતનગર ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જતા રોડ પર રાધે પીવીસી ઇન્ડસ્ટ્રીઝથી થોડે અગલ રોડની બાજુમાં પાણીની ખાઈમાં અજાણ્યો ઇસમ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી રોડની સાઈડમાં ખાઈમાં તલાશી લેતા ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી બ્લેન્ડર વ્હીસ્કી બોટલ નંગ ૯૬ કિંમત રૂ ૧,૭૨,૮૦૦, બ્લેન્ડર વ્હીસ્કી બોટલ નંગ ૩૬ કીમત રૂ ૭૨,૦૦૦, ૮ પીએમ વ્હીસ્કી બોટલ નંગ ૭૧ કીમત રૂ ૭૮,૧૦૦ વિન્ટેજ બ્લુ વ્હીસ્કી નંગ ૫૭ કિંમત રૂ ૨૮,૫૦૦ ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ નંગ ૧૩૨ કીમત રૂ ૧,૪૫,૨૦૦ અને રોયલ ચેલેન્જર વ્હીસ્કી ચપલા નંગ ૯૫ કીમત રૂ ૯૫૦૦ સહીત કુલ બોટલ નંગ ૪૮૭ કીમત રૂ ૫,૦૬,૧૦૦ અને બીયર ટીન નંગ ૪૬ કીમત રૂ ૧૦,૧૨૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦ સહીત કુલ રૂ ૫,૧૬,૭૨૦ નો મુદામાલ જપ્ત કર્યો છે ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
તેમજ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી કાર જીજે ૩૬ એપી ૪૫૩૭ શંકાસ્પદ લાગતા ગાડીનું ચેકિંગ હાથ ધર્યું હતું ગાડીમાંથી દારૂની ૦૩ બોટલ કીમત રૂ ૩૯૦૦ મળી આવતા પોલીસે દારૂ અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૫,૦૩,૯૦૦ નો મુદામાલ કબજે લીધો હતો આરોપી ગજાનંદ ભરત મહંતો (ઉ.વ.૩૦) રહે રંગપર ગામ મૂળ બિહાર વાળાને ઝડપી લઈને પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. (
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
