<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

બોટાદના હળદળમાં વૃધ્‍ધ ચતુરભાઇ જમોડનો વાડીએ ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૧૨: બોટાદના હળદળ ગામે રહેતાં ચતુરભાઇ મેરામભાઇ જમોડ (ઉ.વ.૬૨) પોતાની વાડીએ ઝેરી દવા પી જતાં સારવરા માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી પાળીયાદ પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર ચતુરભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં અને ખેત મજૂરી કરતાં હતાં. સંતાનમાં ત્રણ દિકરા અને ત્રણ દિકરી છે. પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે. 

(2:09 PM IST)