<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

ડૉ.હસ્તલેખા બેન( હસ્તીબેન) મહેતા દ્વારા ચાર મોરબીમાં ચાર કેમ્પ યોજાયા.

બંને સ્કૂલમાં કુલ ચાર કેમ્પ અંતર્ગત ૫૫૦ થી વધુ બાળકોને તપાસીને ત્રણ દિવસની દવા આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ડો. હસ્તલેખા બેન (હસ્તીબેન ) મહેતા દ્વારા કેમ્પ(૧૯૧,૧૯૨,૧૯૩,૧૯૪)નું આયોજન તારીખ ૯/૯/૨૫ તથા ૧૧/૯/૨૫ બે દિવસ કેમ્પ રાખેલ દાતા ગુણવંતીબેન મૂળવંતરાય શાહ લખધીરવાસ પ્રાથમિક શાળા,મચ્છુ બારી ,દરબાર ગઢ બે( ૧૯૧,૯૨ )કેમ્પ  આયોજન કરવામાં આવ્યું, ૧૯૩ અમેરિકાસ્થિત ડૉ. ઋતભાઈ જાની દ્વારા રાષ્ટ્રીય પ્રાથમિક શાળા મોરબી ના આચાર્યાશ્રી કુ.વિદ્યાબહેન મહેતા ની ૨૫ મી પુણ્યતિથિ નિમિત્તે તેમજ ૧૯૪ કેમ્પ  શ્રી જયેન્દ્રબાલા બેન મહેતા દ્વારા બાજી રાજબા કન્યા શાળા,દરબાર ગઢ કેમ્પ કરેલ.બંને સ્કૂલ ના આચાર્ય  શ્રી નયન ભાઈ  ભોજાણી તેમજ શ્રી નિલેશભાઈ કૈલા તથા સમગ્ર સ્ટાફે સરસ રીતે આયોજન કરેલ ખુબજ શિસ્તબદ્ધ બાળકો ને તૈયાર કર્યા છે .બંને સ્કૂલમાં કુલ ચાર કેમ્પ અંતર્ગત ૫૫૦ થી વધુ બાળકોને તપાસીને ત્રણ દિવસની દવા આપી.આ તકે કેમ્પ ને સફળ બનાવવા માટે ખૂબ સરસ જહેમત ઊઠાવી હતી.કેમ્પ સહાયક રશ્મિભાઈ દેસાઈ,કોશિકા રાવલ,કેતન મહેતા,જયસુખ ભાઈ ભાલોડિયા,તેમજ જિગર ભટ્ટે સેવા આપેલ.


 

(1:03 AM IST)