<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

અમરેલી નગરપાલિકામાં ફાયર ઓફિસર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ : ખળભળાટ

બોગસ ફરજી ફાયર એનઓસી કાઢી આપ્‍યા નો પાલિકા માજી સદસ્‍ય પંકજ રોકડનો આક્ષેપઃ અમરેલીમાં આગામી ૨૧ના પધારનાર મુખ્‍યમંત્રી સમક્ષ શ્રી પીપી સોજીત્રા રજૂઆત કરશે

 

 

(અરવિંદ નિર્મળ દ્વારા)  અમરેલી, તા.૧૩: અમરેલી નગર પાલિકામાં ફરજ બજાવતા ફાયર ઓફિસર સામે ફરજી ફાયર એનઓસી કાઢી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ નગરપાલિકાના માજી સદસ્‍ય કરી મુખ્‍યમંત્રી સુધી રજૂઆત કરવા જણાવતા ખળભળાટ મચી ગયો હતો.

 અમરેલીમાં નગરપાલિકામાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હરિકળષ્‍ણ દાન ચતુર્દાન ગઢવી સામે પાલિકાના માજી સદસ્‍ય અને સામાજિક કાર્યકર પંકજ ધીરુભાઈ રોકડ દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી બોગસ ફરજી ફાયર એનઓસી કાઢી આપતા હોવાનો આક્ષેપ કરી આધાર પુરાવા સાથે ફાયર એનઓસી નંબર એ એમ ફાયર ૩૭૦/ ૨૦૨૨ /૨૩ માં નંબરની ફાયર એનઓસી માં કંપનીનું નામ સેફી એન્‍ડ કેર ફાયર સોલ્‍યુશન દ્વારા આવે છે તેવું લખવામાં આવે છે પરંતુ આ કામ ઉપરોક્‍ત કંપની દ્વારા કરવામાં આવેલ નથી પરંતુ આ બિલ્‍ડીંગનું કામ પી જી કંપની દ્વારા કરેલ છે.

જ્‍યારે એનઓસી નંબર એ એમ ફાયર ૪૦૩/ ૨૨/ ૨૩ તા.૧૫/ ૨ નંબરની ફાયર એનઓસી કેજે બિલ્‍ડીંગ સાત માળનું છે જેની ફાયર એનઓસી આપવાનો અધિકાર ન હોવા છતાં તેમણે ઓરીજનલ સહીઓ કરી ફરજી એનઓસી કાઢી આપી છે આ બંને ફાયર એનઓસી ત્‍યારે આપવામાં આવે છે કે જ્‍યારે ઓફલાઈન એનઓસી કાઢવામાં આવતી હતી આ સમયે એનઓસી માટે અરજી કરનારે રૂ.૩૦૦ના સ્‍ટેમ્‍પ તથા એનઓસી મેળવવા ચલણ ભરપાઈ કરી અરજી કરવાની હતી અને ત્‍યારબાદ ઇન્‍વર્ડ કરવામાં આવતી હતી આ બંને અરજીમાં કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી નથી.

આ બંને બિલ્‍ડીંગની બાંધકામ કરવા માટેની મંજૂરી મળેલ નથી તેવા સમયે બિલ્‍ડીંગની ફાયર એનઓસી કેવી રીતે આપી શકાય ૧૫ મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા બિલ્‍ડીંગની તે એનઓસી આપી શકે નહીં ત્‍યારે તેમણે લાખો રૂપિયા લઇ ભ્રષ્ટાચાર કરી એનઓસી કાઢી આપ્‍યા નો આપ્‍યા નો આક્ષેપ કરી ફાયર એનઓસી નું કામ મૂળ કંપનીએ નહીં કરી ફરજી ઉભી કરી  કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરી ઓફિસર શ્રી હરિકળષ્‍ણ દાન ચતુર દાન ગઢવી દ્વારા આવી અનેક ફાયર એનઓસી આપી લોકોના જીવન સાથે ચેડા કર્યા છે અને સંપૂર્ણ કાગળો હોવા છતાં તેઓને એનઓસી આપવામાં આવતી નથી તો આવા ભ્રષ્ટ અધિકારી ઉપર ફોજદારી ફરિયાદ કરવા અને જરૂર પડે તો હાઇકોર્ટમાં જવા નગરપાલિકા ચીફ ઓફિસર ને લેખિત ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો હતો.

 અમરેલીમાં નગરપાલિકા ના ફાયર ઓફિસર દ્વારા ફરજી એનઓસી આપી ચાલતા ભ્રષ્ટાચાર સામે આગામી ૨૧ના અમરેલીમાં પધારનાર મુખ્‍યમંત્રી સમક્ષ શ્રી પીપી સોજીત્રા સખત પગલાં લેવા માંગ કરશે.

 અમરેલી પાલિકામાં ફરજ બજાવતા ફાયર ઓફિસર શ્રી હરિકળષ્‍ણ દાન ગઢવી સામે ફરજી એનઓસી આપી લાખો રૂપિયાના કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સામે આગામી તારીખ ૨૧ના અમરેલીના બેંકો ની સામાન્‍ય સભામાં મહેમાન બનતા મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સમક્ષ આ અંગે સખત હાથે કામ લેવા રાજકીય આગેવાન શ્રી પીપી સોજીત્રા રજૂઆત કરશે તેમ જણાવ્‍યું હતું.

(11:14 AM IST)