તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Saturday, 13th September 2025
આશાપુરા માતાના મઢે પદયાત્રા માટે જતા ભાવિકો માટે ટંકારા તાલુકામાં વિવિધ સ્થળોએ સેવા કેમ્પો શરૂ

(જયેશ ભટ્ટસણા દ્વારા) ટંકારા, તા.૧૩: કચ્છમાં બીરાજમાન આશાપુરા માતાના મઢે નવલા નોરતા દરમિયાન દર્શન માટે લાખો ભાવિકો પગપાળા પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે ટંકારા તાલુકાના વિવિધ ગામોમાં પદયાત્રિકો માટે વ્યાપક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને યાત્રાને સરળ અને આનંદમય બનાવવાનો પ્રયાસ કરાયો છે.
ટંકારાના મિતાણા ગામે સેવાકેમ્પ શરૂ થયો છે ત્યાથી આગળ હરબટીયાળી ગામે ત્યાંથી ટંકારા કષ્ટભંજન હનુમાનજી મંદિરે ત્યાથી પેટ્રોલપમ્પે ત્યાંથી ધ્રુવનગર ખાતે આશાપુરા માતાના મઢ જતા પદયાત્રિકો માટે તા.૧૧/૯/૨૦૨૫ (ગુરુવાર)થી આશાપુરા સેવા કેમ્પ શરૂ થયું છે. આ કેમ્પમાં તમામ પ્રકારની સુવિધાઓ- જેમ કે ભોજન, પાણી, રોકાણ અને મેડિકલ સહાય- ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે મો. ૯૨૬૫૬ ૨૩૨૫૫ અથવા ૯૮૭૯૯ ૩૮૪૨૧. ત્યાથી આગળ લજાઈ ચોકડી (રાજકોટ-મોરબી હાઈવે પર) ખાતે તા. ૮/૯/૨૦૨૫ (સોમવાર)થી લજાઈ ગામ સમસ્ત દ્વારા સેવા કેમ્પ શરૂ થયું છે. છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત આ કેમ્પમાં રાત્રિ રોકાણ, નાસ્તો, ભોજન, ચા-પાણી, નારિયેળ પાણી, સુકા નાસ્તા (થેપલા, દહીં, મોહનથાળ), મેડિકલ અને મસાજ મશીન સાથેની તમામ સુવિધાઓ મળી રહેશે. વધુ માહિતી માટે મો.૯૮૨૫૩ ૮૦૩૪૩ અથવા ૯૭૨૬૯ ૨૦૫૨૧.
તદ ઉપરાંત તાલુકાના વિરવાવ ગામમાં આશાપુરા યુવક મંડળ દ્વારા તા. ૧૨/૯/૨૦૨૫ (શુક્રવાર)થી પદયાત્રી સેવા કેમ્પ- વિરવાવ વાળાનો ?ારંભ થયો છે. શિકારપુર પાટીયા પાસે, અજંતા હોટલની બાજુમાં (સામખિયાળી પહેલાં) આવેલા આ કેમ્પમાં ૨૪ કલાક ચા, પાણી, જમવાણું, મેડિકલ સેવા જેવી વ્યવસ્થા છે. આ પગલું યુવાનોની સામાજિક જવાબદારીનું પ્રતીક છે. વધુ માહિતી માટે મો.૭૯૮૪૫ ૩૨૩૩૪ અથવા ૯૫૧૦૫ ૫૫૫૭૯ આ સેવા કેમ્પો દ્વારા પદયાત્રિકોને આરામ અને સુરક્ષા પૂરી પાડવાનો ઉદ્દેશ છે. ભાવિકોને આનો લાભ લેવાની અપીલ કરાઈ છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
