તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 13th September 2025
પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને પૂ.પવિત્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં ગોંડલમાં આવેલ પશુ-પક્ષીઓ માટે ‘અર્હમ એનિમલ એમ્યુલન્સ' સેવાનો પ્રારંભ

ગોંડલ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આશીર્વાદથી, તથા પૂજ્ય પવિત્રમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા - ૩ ના સાનિધ્યમાં, ગોંડલ ખાતે શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના સહયોગથી અર્હમ યુવા સેવા ગ્રુપએ અબોલ પશુ-પક્ષી માટે ‘ફ્રી અર્હમ એનિમલ એમ્બ્યુલન્સ' સેવાનો ભવ્ય પ્રારંભ કરેલ છે. આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ હવામહેલ ઓફ ગોંડલ સ્ટેટના કુમાર સાહેબ જ્યોતિર્મયસિંહજીના હસ્તે થયેલ. આ લોકાર્પણ પ્રસંગે વિશેષ મહેમાન તરીકે ભાવેશભાઈ શેઠ, ડો.સુખવાલા, શ્રી પ્રવીણભાઈ કોઠારી, મિત્તલભાઈ ખેતાણી, ગોરધન ભાઈ પરડવા, મનશૂખ ભાઈ સખીયા, જિગ્નેશભાઈ વોરા, પ્રતિપાલસિંહ જાડેજા અને પ્રતિકભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. અર્હમ યુવા સેવા દ્વારા ભારત ભરના ૧૨ શહરોમાં ૨૫થી વધુ એનિમલ એમ્બ્યુલન્સ અને ૩ એનિમલ ક્લિનિક ચાલી રહ્યા છે. જેમાં છેલ્લા ૩ વર્ષથી ૧.૧ લાખથી વધુ પ્રાણીઓ અને પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવેલ છે. આ સેવા ગોંડલમાં શરૂ થયા પછીના માત્ર ૭ દિવસના ટૂંકા ગાળામાં ૬૦થી વધુ પ્રાણીઓની સફળ સારવાર આપવામાં આવી છે. કોઈ બીમાર કે ઘાયલ પશુ પક્ષી દેખાય તો આપ અર્હમ એનિમલ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી શકો છો. હેલ્પલાઇન નંબર - ૬૨૬૨ ૦૯૦૯ ૮૯. દરરોજ સવારે ૧૦થી સાંજે ૭ વાગ્યા સુધી અર્હમ એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. (તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
