તા. ૨૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૯ શનિવાર
News of Saturday, 13th September 2025
શ્રી આશાપુરા પદયાત્રી સંઘ (રાજપુત) સતત 29 માં વર્ષે જામનગરથી માતાના મઢની પદયાત્રાએ રવાના
જામનગરના નાના આશાપુરા મંદિરથી કચ્છમાં બિરાજમાન દેશદેવી માં આશાપુરાજી (માતાના મઢ) ખાતે પગપાળા જવા પદયાત્રીઓએ સંઘ પ્રમુખ પ્રવિણસિંહ નટુભા જાડેજાની આગેવાનીમાં પ્રસ્થાન કર્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૨ : શ્રી આશાપુરા પદયાત્રી સંઘ (રાજપૂત) જામનગર દ્વારા સતત 29 માં વર્ષે આજે જામનગરના નાના આશાપુરા મંદિરથી કચ્છમાં બિરાજમાન દેશદેવી માં આશાપુરાજી (માતાના મઢ) ખાતે પગપાળા જવા વિશાળ સંખ્યામાં પદયાત્રીઓએ આજે સવારે સંઘ પ્રમુખ પ્રવિણસિંહ નટુભા જાડેજાની આગેવાનીમાં પ્રસ્થાન કર્યું.
આ પ્રસંગે પદયાત્રીઓને વિદાય આપવા સહકારી અગ્રણી પ્રવિણસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી અને જામનગર રાજપૂત સમાજના ટ્રસ્ટી પ્રવિણસિંહ જાડેજા(સેવક ધુણિયા), વિજયસિંહ ચૌહાણ, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ), સમાજના અગ્રણી રણજીતસિંહ જાડેજા, અગ્રણી શ્રી ગગુભા જાડેજા, જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ કાંતુભા જાડેજા, સહિતના જામનગર રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજા (રાજપુત શક્તિ) એ કર્યું હતું
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
