<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

સાવરકુંડલાનાં ધજડી ગામની મુલાકાતે મહેશ કસવાળા

 

 સાવરકુંડલાઃ ધજડી ગામ મુકામે  અંબુજા ફાઉન્‍ડેશન અને ધજડી ગ્રામ પંચાયત દ્વારા મિયાવકી પ્‍લોટ ડેવલોપમેન્‍ટમાં પ્‍લોટની અંદર  ૨૪૦૦ વળક્ષો નું વાવેતર કરેલ તેમજ તાર ફેન્‍સિંગ  અને ટપક સિંચાઈ દ્વારા મિયાવાકી પ્‍લોટ ડેવલોપ કરવામાં આવેલ છે. ત્‍યાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાળા, સાવરકુંડલા માર્કેટ યાર્ડ ચેરમેન દીપકભાઈ માલાણી સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા સાવરકુંડલા સરપંચ એસોસિયેશનના પ્રમુખ હિતેશભાઈ સાવરકુંડલા તાલુકા પંચાયતના ટીડીઓ જીગ્નેશભાઈ પટેલ સાવરકુંડલા આરેફો પ્રતાપભાઈ ચાદુ ધજડી ગામના સરપંચ ભરતભાઈ હાજર રહી મિયાવાકી પ્‍લોટની મુલાકાત કરેલ તેમજ અંબુજા ફાઉન્‍ડેશન ના સ્‍ટાફ શ્રી મહેશભાઈ છોટાળા હાજર રહેલ. અંબુજા ફાઉન્‍ડેશન દ્વારા સાવરકુંડલા તાલુકા વિસ્‍તારના ગામોના  કપાસ કરતા કે તેની સાથે જોડાયેલ તમામ સમુદાય ના ખેડૂતો, મહિલા અને મજૂરોની  સુખાકારી માટે કામગીરી કરે છે. તેમજ પ્રોજેક્‍ટ અંતર્ગત વિવિધ પ્રવળતિઓને જેવી કે, પ્રતિબંધિત દવાઓ વિશેની માહિતી, ઓર્ગેનિક ખેતી માટે  બહેનોના ગ્રુપ બનાવીને તેના માટે દવા બનાવવા માટેની સામગ્રીનું વિતરણ, ટપક સિંચાઈમા સબસીડી, સેવાસેતુ કાર્યક્રમ, હેલ્‍થ કેમ્‍પ, પશુ આરોગ્‍યની સંભાળ વિશેની માહિતી, વળક્ષા રોપણ કાર્યકમ, બાગાયતી છોડનું વિતરણ અને બહારના વિસ્‍તારમાંથી આવતા મજૂરોના બાળકો માટે ઘોડિયા વિતરણ જેવી કામગીરી કરે છે. તેમ સાવરકુંડલા તાલુકા સોશિયલ મીડિયા કન્‍વીર સતિષ મહેતા ની યાદીમાં જણાવેલ છે.(તસ્‍વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:30 PM IST)