News of Saturday, 13th September 2025
ભાવનગર મનપાના યોગ કો- ઓર્ડીનેટર છાયાબેન પટેલની વરણી
તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૧૬ ઓક્ટોબર સુધી માતંગી મંદિર ખાતે ત મેદસ્વિતા મુક્ત યોગ શિબિર યોજાશે

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના યોગ કો- ઓર્ડીનેટર તરીકે જાણીતા યોગ કોચ છાયાબેન પટેલની નિમણુક કરવામાં આવી છે. છાયાબેન પટેલ છેલ્લા બાર વરસથી યોગ સાથે જોડાઈ અને છેલ્લા છ વર્ષથી સામાજિક લેવલે યોગમાં કાર્યરત છે. તેઓ ફેશન ડિઝાઈનર તેમજઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા શીખવાડનાર આર્ટિસ્ટ પણ છે. તેમના માર્ગદર્શન હેઠળ ભાવનગરના સરદાર નગર વિસ્તારમાં આવેલ માતંગી મંદિર ખાતે આગામી તા. 17 સપ્ટેમ્બર થી તા. 16 ઓક્ટોબર સુધી મેદસ્વિતા મુક્ત યોગ શિબિર નું આયોજન પણ કરવામાં આવેલ છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
