<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

યાત્રાધામ વિરપુરમાં 400 કેવી નો ચાલુ વીજ વાયર પટકાતા વીજ વિભાગની બેદરકારી સામે આવી...

થોડા દિવસો પહેલા 11 કેવી નો ચાલુ વીજ વાયર ખેડૂત માથે પડતા ખેડૂત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો...

વિરપુરઃ યાત્રાધામ વિરપુર જલારામ ગામમાં છેલ્લા ઘણા સમયથી વીજ વિભાગની ફરિયાદો સમસ્યાઓની રજૂઆતો હોવા છતાં તંત્રને જાણે માનવ જીવની કોઈ ચિંતા ન કરતું હોય તેમ વારંવાર અકસ્માતો સામે પગલાં લેવા અને કાર્યવાહી કરવાની બદલે દિવસ અને દિવસે ઘોર નિંદ્રામાં જતી હોય અને જાણે કોઈ મોતનો મલાજો ખડકવાના ઈરાદાથી પોતાની જવાબદારી ન નિભાવી બેદરકારી રાખવામાં આવી રહી હોય તેવા ચાલુ વીજ વાયરો પડવાના કિસ્સાઓ સામે આવ્યા છે,
થોડા દિવસો પહેલા જ એક ખેડૂતના ખેતરમાં કામ દરમિયાન તેમની ઉપર 11 કેવી નો ચાલુ વીજ વાયર પડ્યો હતો જેને લઈને ખેડૂતની હાલત ગંભીર બની હતી ત્યારે વીરપુરના આ પ્રકારના કિસ્સાઓમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે જેમાં હેવી વીજ લાઈનના ટાવરના જમ્પર માંથી વીજ વાયર નીકળી જતા નીચે પડ્યો હતો અને આ વીજ વાયર 400 કેવી અંગેનો વીજ વાયર હોવાની બાબત સામે આવી છે
વીરપુર આહાબા સિમ વિસ્તારમાં જેતપુર તરફથી આવતી 400 કેવી હેવી જગ લાઈનો પસાર થાય છે ત્યારે આ 400 કેવી હેવી વીજ લાઈનો નીચે અનેક ખેડૂતોની જમીન પણ આવેલ છે તો આજ વીજ લાઈનો વીરપુર થી નવાગામ તરફ જતા રસ્તા ઉપરથી પણ પસાર થાય છે ત્યારે આજે વહેલી સવારે અચાનક કોઈ કારણોસર આ 400 કેવી હેવી વીજ લાઈન નો એક તાર હેવી વીજ પોલના જંપર માંથી નીકળી જતા ધડાકા ભેર જમીન માફક નીચે પડ્યો હતો પરંતુ સદનસીબે આ વિસ્તારમાં કોઈ ખેડૂતો પોતાના ખેતરોમાં કે રાહદારીઓ રસ્તા પર ન હોવાથી બહુ મોટી જાનહાનિ ટળી હતી ત્યારે અહીં સવાલ એ થાય છે કે ચોમાસા પૂર્વે અને અગમચેતીના ભાગરૂપે લેવાયેલા પગલાની પ્રિ મોન્સૂન કામગીરી જો યોગ્ય કરેલ હોય તો આ પ્રકારની ઘટનાને દુર્ઘટના કયા કારણે બની તે પણ એક તપાસનો વિષય છે પરંતુ યાત્રાધામ વીરપુર પંથકમાં વીજ વિભાગ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળો પર જ થઈ હોય તેવું જાગૃત લોકો આક્ષેપો કરી રહ્યા છે ત્યારે યાત્રાધામ વીરપુર વિસ્તારમાં અનેક વીજ વાયરો જર્જરિત હાલતમાં હોય તેવા વીજ વાયરોને સત્વરે બદલાવી નવા વીજ વાયરો નાખવામાં આવે તેવી ખેડૂતોમાં ઉઠવા પામી છે.

(11:39 AM IST)