<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ઉપલેટા પોલીસ લોક દરબારમાં સેવાભાવી રાધે ગ્રુપના પ્રમુખ ભારતીબેન બાબરીયા સહિતનાઓ પણ ઉપસ્‍થિત

(જગદીશ રાઠોડ દ્વારા)ઉપલેટા:  પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં મળેલ લોક દરબારના કાર્યક્રમમાં નિમંત્રણ ને માન આપી અહીંના સેવાભાવી રાધે સેવા ગ્રુપના પ્રમુખ ભારતીબેન બાબરીયા ઉપપ્રમુખ મંજુલાબેન માકડીયા સહિતના ગ્રુપના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમને પી આઈ બી આર પટેલે આવકારી સ્વગત કર્યું હતું આ પ્રસંગે નીડર મહિલા આગેવાનની છાપ ધરાવતા ભારતીબેન બાબરીયાએ ઉપસ્થિત ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજને આ વિસ્તારના મહિલાઓ સહિતના વિવિધ પ્રશ્નો રજૂઆત કરી હતી તેની વહેલી તકે યોગ્ય કરવાની એએસપી એ ખાતરી આપી હતી

(12:18 PM IST)