News of Sunday, 14th September 2025
મોરબીના રફાળેશ્વર સરકારી સ્કૂલમાં ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત.
મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રફાળેશ્વર સરકારી સ્કૂલમાં ત્રીજા માળેથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા ૪૦ વર્ષના યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
વાંકાનેરના રહેવાસી આદમભાઈ યશુખભાઈ શેખ (ઉ.વ.૪૦) નામના યુવાન ગત તા. ૧૩ ના રોજ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર સરકારી સ્કૂલના ત્રીજા માળેથી કોઈ કારણોસર પડી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
