<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર

મોટા અને નાના ગોખરવાળા, લાપાળીયા, ચાંદગઢ, રાજસ્થળી સહિતના ગામોમાં વરસાદના કારણે ખેતી પાકોને નવજીવન મળ્યું

અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. મોટા અને નાના ગોખરવાળા, લાપાળીયા, ચાંદગઢ, રાજસ્થળી સહિતના ગામોમાં સારો એવો વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેતી પાકોને નવજીવન મળ્યું છે. આ વરસાદથી કપાસ, બાજરી, મગફળી, મગ, અડદ, જુવાર અને મકાઈ જેવા પાકોને મોટો ફાયદો થયો છે, અને ખેડૂતોને પાકની સારી ઉપજ મળવાની આશા બંધાઈ છે. આ અણધાર્યા વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી.

(12:05 AM IST)