<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

વઢવાણમાં સૌપ્રથમ વખત ચિલોત્રા પક્ષી કેમેરામાં કેદ

 

(ફઝલ ચૌહાણ દ્વારા)  વઢવાણ તા. ૧પ :.. હોર્નબિલ એટલે કે, ચિલોત્રા પક્ષી મુખ્‍યત્‍વે જંગલ વિસ્‍તાર અને મોટા વળક્ષો ધરાવતા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વધુ જોવા મળે છે. આ પક્ષી પર્યાવરણ માટે મહત્‍વનું છે. તે ફળ ખાઈને બીજ દુર સુધી ફેલાવે છે. જેના લીધે નવા વળક્ષો ઉગે છે. તેની પ્રજનન પધ્‍ધતી પણ અદ્દભુત છે. માદા પક્ષી ખોખલા વળક્ષમાં ગુંથુ બનાવી અંદર રહીને ઈંડા મુકે છે. નર પક્ષી ગુંથાના દ્વારને માટીથી બંધ કરી દે છે.

જેથી માત્ર ચાંચ અંદર-બહાર જઈ શકે તેટલી જ જગ્‍યા રહે છે. આ સમયગાળા દરમિયાન નર પક્ષી ખોરાક લાવી માદાને અને પછીથી બચ્‍ચાને ખવડાવે છે. બચ્‍ચા મોટા થતા દ્વાર ફરીથી ખોલવામાં આવે છે.

દેશના અન્‍ય ભાગોમાં ખાસ કરીને ઉત્તર-પુર્વ ભારતમાં ગ્રે હોર્નબીલને ખુબ જ સન્‍માન અપાય છે. નાગાલેન્‍ડ રાજયમાં તો દર વર્ષે હોર્નબીલ ફેસ્‍ટીવલ મનાવાય છે. આ પક્ષીને સાંસ્‍કળતીક દુત તરીકે માન અપાયુ છે. અતિ દુર્લભ અને અનોખુ પક્ષી ચિલોત્રા છેલ્લે વર્ષ ૨૦૧૮માં વઢવાણના પર્યાવરણવિદ્દ ભવાનીસિંહજી મોરીને વઢવાણમાં દેખાયુ હતુ. જોકે, પ્રકાશના અભાવે તે સમયે તે કેમેરામાં કેદ થયુ ન હતુ. ત્‍યારે હાલ આ જ પરિવારના યુવા પક્ષીવિદ્દ દેવવ્રતસિંહ મોરીએ ચિલોત્રાને  પીરવડલા તળાવ પાસેના વળક્ષ પરથી કેમેરામાં કેદ કર્યુ છે.

મધ્‍યમથી મોટા કદનું આ પક્ષી વળક્ષની ટોચ પર બેસેલુ હતુ. અને તેની ઓળખ તેની લાંબી, વાંકાળી ચાંચ પરથી જ થાય છે. સુરેન્‍દ્રનગર જિલ્લામાં ચિલોત્રા પક્ષીની ઉપસ્‍થિતિએ સમળધ્‍ધ પર્યાવરણનો પુરાવો મનાય છે.

(11:20 AM IST)