News of Monday, 15th September 2025
છાંયાના મેર પરિવારને કાળ ભેટી ગયોઃ કુતિયાણા પાસે અકસ્માતમાં ૩ ના મોત
પત્નિ અને સાળાને તલાટીની પરિક્ષા અપાવી રાજકોટથી પોરબંદર પરત આવતા કાર પૂલ સાથે અથડાઇ : શિક્ષક માલદેભાઇ ભૂતિયા, પત્નિ આશાબેન સાળા જયમલભાઇના મૃત્યુઃ પાંચ વર્ષની બાળકી નૈતિકાને ઇજા થતા સારવારમાં: અરેરાટી

કુતિયાણા પાસે કાર અકસ્માતની તસ્વીરોમાં મરનાર તેમજ કાર પુલની દિવાલ સાથે અથડાઇ ગઇ તે નજરે પડે છે. (તસ્વીરઃ પરેશ પારેખ, પોરબંદર)
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૫: કુતિયાણા નજીક પુરપાટ આવતી કાર પુલની સાઇડ દિવાલ સાથે અથડાઇ જતા આ કારમાં બેઠેલા પોરબંદર છાંયામાં રહેતા પતી-પત્ની અને સાળાના ઘટનાસ્થળે મોત નીપજતા કરૂણતા વ્યાપી ગઇ હતી.
આ અકસ્માતમાં પાંચ વર્ષની બાળકીને ઇજા થતાં પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે.
પોરબંદર- રાજકોટ હાઇવે ઉપર કુતિયાણા નજીક બેકાબુ કાર પુલની સાઇડની દિવાલ સાથે અથડાતા અકસ્માતમાં પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતા શિક્ષક માલદેભાઇ ભૂતિયા અને તેના પત્નિ આશાબેન તેમજ માલદેભાઇના સાળા જયમલભાઇ આ ત્રણેયના ઘટના સ્થળ ઉપર મૃત્યુ થતાં કરૂણતા વ્યાપી ગઇ છે.
આ અકસ્માતમાં પાંચ વર્ષની બાળકી નૈતિકાને ઇજા થતા પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયેલ છે.
આ અકસ્માતમાં ભુતીયા (મેર) પરિવારના એક જ પરિવારના ૩ સભ્યોના મોત નિપજતા ભુતીયા (મેર) પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
આ અકસ્માતમાં મરનાર માલદેભાઇ ભુતીયા શિક્ષક છે. તેના પત્ની આશાબેન અને આશાબેનનો ભાઇ જયમલભાઇ બન્ને ભાઇ-બહેન ગઇકાલે રવિવારે રાજકોટ પરીક્ષા કેન્દ્રમાં તલાટીની પરીક્ષા આપવા ગયા હતા અને કારમાં પરત ફરતી વખતે પોરબંદર-રાજકોટ હાઇવે ઉપર કુતિયાણા નજીક રાત્રીના ૧૧ વાગ્યા વાગ્યા બાદ અકસ્માતે કાર પુલની સાઇડની દિવાલ સાથે અથડાઇ જતા અકસ્માત થયો હતો.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
