News of Monday, 15th September 2025
ઝેરી ટીકડા પી જતાં જૂનાગઢના પ્રૌઢનું મૃત્યુ
ઝેરી જનાવર કરડી જતા સાંકરોળાના યુવાનનું મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૫: ઝેરી ટીકડા પી જતા જૂનાગઢના પ્રૌઢનું અને ઝેરી જનાવર કરડી જતા સાંકરોળાના યુવાનનું મોત નિપજ્યું હતું.
જૂનાગઢના મધુરમમાં સાંઈબાબા મંદિરની સામે સુદામાપાર્કમાં રહેતા વરજાંગભાઈ ખીમાભાઈ મરંઢ ઉ.વ. ૫૦ નામના પ્રૌઢે ગઈ તારીખ ૧૩ સપ્ટેમ્બરના રોજ સવારે કોઇપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી ટીકડા પી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે હાજાભાઇ ખીમાભાઈ મરંઢનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ભેસાણ તાલુકાના સાંકરોળા ગામે રાજુભાઇ વલ્લભભાઇ સોજીત્રાની વાડીએ છે ખેત મજૂરી કામ કરતા હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતા સાંકરોળાના તેનું મોત થતા ગમગીની પ્રસરી ગઈ હતી. ભેસાણ પોલીસે મળતકના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી હતી.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
