News of Monday, 15th September 2025
સોમનાથ દિવ જતાં યાત્રીકો પ્રવાસીઓને ૩૦ કીલો મીટરના અંતરે બે ટોલનાકા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: વિશ્વભરમાંથી આવતા સોમનાથ યાત્રીકો તેમજ દીવ જતા પવાસીઓને ૩૦ કીલોમીટર ના અંતર બે ટોલનાકા ભરવા પડે છે કોંગ્રેસ દ્વારા અનેક વખત રજુઆત કરાઈ છે તેમ છતા આજદીન સુધી કોઈ ઉકેલ આવેલ નથી.
વિશ્વભરમાંથી સોમનાથ આવતા લાખો યાત્રીકો તેમજ દિવ તરફ જતા પ્રવાસીઓને ૩૦ કીલોમીટર ના અંતર માં બે ટોલનાકા આવે છે તે નિયમ વિરૂધ્ધ છે વેરાવળ ડારીટોલ નાકુ,આજોઠા પાસ સુંદરપરા ટાલનાકુ આવેલ છે ત નિયમ વિરૂધ્ધ છે ટોલનાકા ૬૦ કીલોમીટર દુર હોવા જોઈએ જીલ્લા કોંગ્રેસ પ્રમખ પુજાભાઈ વંશે અનેક વખત રજુઆત કરેલ છે તેમ છતા કોઈ અમલ થયેલ નથી જેથી વાહન ચાલકો બે ટોલનાકા ભરીને લુટાઈ રહેલ છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
