News of Monday, 15th September 2025
ખંભાળીયાના ભારાબેરાજા ગામ વાડીમાં રેઇડઃ જુગાર રમતા ૧ મહિલા સહિત ૧૦ પકડાયા

ખંભાળીયા, તા.૧૫: એલ.સી.બી. હકીકત મળેલ કે, જીતુભાઇ રણમલભાઇ રૂડાચ (ગઢવી) રહે. ભારાબેરાજા ગામ, વાડી વિસ્તાર, વાળાની માલિકીની વાડીએ આવેલ મકાને નસીબ આધારીત જુગાર રમાડી અખાડો ચલાવે છે. તેવી હકીકત આધારે રેઇડ કરતા
(૧) જીતુભાઇ (૨) રાકેશભાઇ લખમણભાઇ નકુમ, રહે. ગઢકા ગામ, (૩) જયસુખભાઇ માધાભાઇ કણજારીયા, રહે. દ્વારકા, ધીગેશ્વર પાડો, (૪) ઘેલુભાઇ વેરશીભાઈ ભુવા, રહે. મોટામાંઢા ગામ, (૫) ડાડુભાઇ કરણાભાઇ ભાટીયા, રહે. દિક્જામ સર્કલ, રેલ્વે ફાટકની બાજુમાં જામનગર (૬) કમલેશભાઇ વેરશીભાઈ ભુવા, રહે. મોટામાંઢા ગામ, (૭) હરદાનભાઇ મેઘાભાઈ રૂડાચ, રહે. ભાડથર ગામ, (૮) ગોપાલભાઇ હરીભાઇ જામ, રહે. નિલકમલ સોસાયટી, જામનગર (૯) અરશીભાઇ સામતભાઇ નંદાણીયા, રહે. માધવબાગની બાજુમાં, સરદારપાર્ક, જામનગર તેમજ એક સ્ત્રી બહેન મળી કુલ - ૧૦ આરોપીઓને ઝડપી લીધા હતા.
કબ્જે કરેલ મુદામાલ
(૧) રોકડા રૂ. ૬,૬૩,૨૦૦/- (૨) કિમંતી મોબાઇલ ફોન -૧૦ કિ.રૂ. ૧,૭૬,૦૦૦/- (૩) મારૂતી સુઝુકી કંપનીની અર્ટીગા કાર - ૧ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/ વીગેરે જુગારના સાધન સામગ્રી સાથે ફુલ કિમંત રૂપીયા - ૧૩,૩૯,૨૦૦/-ના મુદામાલ છે.
આ સમગ્ર કાર્યવાહીમાં LCB PI શ્રી કે.કે.ગોહિલ ની રાહબારી હેઠળ PSI શ્રી વી.એન.શિંગરખીયા, PSI શ્રી એસ.એસ.ચૌહાણ, PSI શ્રી એસ.વી.કાંબલીયા, ASI અરજણભાઇ ચંદ્રાવાડીયા, અજીતભાઈ બારોટ, વિપુલભાઇ ડાંગર HC ખીમાભાઇ કરમુર, પરેશભાઇ સાંજવા, મયુરભાઇ ગોજીયા, WHC પુરીબેન સરઠીયા, PC સચિનભાઇ નકુમ તથા ડ્રા. HC વિશ્વદિપસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
