હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બારડોલીથી સોમનાથ મહાદેવ મંદિર જવા નીકળેલ સરદાર સન્માન યાત્રાનું વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સંતસ્વામી, કોઠારી દેવપ્રકાશસ્વામીએ સન્માન કર્યું
યાત્રાના સંયોજક અને સુરતના અગ્રણી ગોપાલભાઇ ચમારડીવાળા અને સંચાલન કરતા કાર્યકરોનું સ્વાગત કરીને વડતાલ ચેરમેન ડો.સંતવલ્લભદાસજી, કોઠારી દેવપ્રકાશસ્વામી, આસી.કોઠારી ગુણસાગરસ્વામીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી

રાજકોટ તા.૧૫ : ભારતદેશની એકતા અને અખંડતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મજયંતી પૂર્વે બારડોલીથી સોમનાથ મહાદેવ સુધી નીકળેલ સરદાર સન્માનયાત્રા ૨૦૨૫ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવી પહોંચતા વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી તથા કોઠારી દેવપ્રકાશસ્વામી અને આસી.કોઠારી ગુણસાગરસ્વામીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી યાત્રાનું સ્વાગત સન્માન કર્યું હતું. યાત્રાના સંયોજક અને સુરતના અગ્રણી ગોપાલભાઇ ચમારડીવાળા અને સંચાલન કરતા કાર્યકરોનું વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ ઉપરાંત ચેરમેન સંતસ્વામી તથા કોઠારી દેવપ્રકાશસ્વામીએ પુષ્પમાળા પહેરાવી સન્માન કર્યું હતું.
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ૧૮૦૦ કિ.મી.આ યાત્રાનો ૧૧મી સપ્ટેમ્બરે બારડોલીથી પ્રારંભ થયો હતો. સરદાર સન્માનયાત્રા તા.૧૪ ને રવિવારના રોજ કરમસદ થઇને વડતાલ મંદિરે આવી પહોંચી હતી. સરદાર સન્માનયાત્રા ગુજરાતના ૩૫૫ ગામોમાં ફરી ૧૮૦૦ કિલો મીટરનું અંતર કાપી ૧૨ દિવસે એટલે કે તા. ૨૨-૯-૨૦૨૫ના રોજ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે. જ્યાં વિશાળ સભાના રૂપમાં ફેરવાશે અને એ સાથે યાત્રાની પુર્ણાહુતિ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
