તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Monday, 15th September 2025
ગુજરાતમાંથી એકમાત્ર ભાવનગરના ખાસ શિક્ષકા ડૉ. કવિતા પારસ શાહને શ્રેષ્ટ શિક્ષક રાજ્ય પારિતોષિકથી મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત
દિવ્યાંગો માટે કામ કરતા શિક્ષકોની શ્રેણીમાં રાજ્યભરમાંથી કે.એલ. શાહ બહેરા મૂંગા શાળાના શિક્ષિકાનું થયું સન્માન

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: તા.૫ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે રાજ્યભરમાંથી પસંદ કરેલા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે પણ અમદાવાદ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ટાગોર હૉલ ખાતે આ સન્માન સમારોહ યોજાઈ ગયો.
આ સમારોહમાં ખાસ શિક્ષક કે જેવો દિવ્યાંગો માટે, દિવ્યાંગો સાથે કામ કરી રહ્યા છે તેવા સંવેદનાસભર શિક્ષકોની શ્રેણીમાં ભાવનગરની કે. એલ. ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ ડેફ (બહેરાં-મૂંગા શાળા) ના ડો. કવિતા પારસ શાહની પસંદગી થઈ હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાંથી આ શ્રેણીમાં એકમાત્ર ભાવનગરના આ શિક્ષિકા પસંદ થયા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમને એવોર્ડ, શાલ તથા રૂ. 51000/- પુરસ્કાર રકમ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ પણ ખાસ શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકોની કામગીરીને બિરદાવી આ ક્ષેત્રમાં કામ કરતા સહુને શુભકામનાઓ પાઠવી હતી
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
