<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સામખિયાળી પાસે પદયાત્રી સેવા કેમ્પ

પદયાત્રીઓ માટે તમામ સુવિધાઓ સાથે સુરક્ષા માટે સામાન ઉપર રેડિયમ પટી લગાવી

ભુજ :   કચ્છમાં માતાના મઢ દર્શને જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. એ સાથે જ સેવાકેમ્પો પણ શરૂ થઈ ગયા છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસે પણ સેવા કેમ્પ શરૂ કર્યો છે. કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી ખાતે માતા ના મઢ જતા પગપાળા શ્રધ્ધાળુઓ માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પુર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સંચાલીત આ "પદયાત્રી સેવા કેમ્પ" ને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા ખુલ્લો મુકાયો હતો.

    આ સેવા કેમ્પ ખાતે તમામ પદયાત્રીઓ માટે ચા ,કોફી, બીસ્કીટ, ફ્રુટ, છાસ , લીંબુ પાણી, ગાંઠીયા-મરચાં ,પીવાનુ મીનરલ પાણી, ન્હાવા ધોવા માટે ની વ્યવસ્થા, સ્ત્રી -પુરુષ માટે અલગ અલગ આરામ ની વ્યવસ્થા તથા મેડીકલ સ્ટાફ સાથે તમામ દવાઓ ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પ ખાતે સી.સી.ટી.વી પણ લગાવવામાં આવ્યા છે. 

   ઉદઘાટન બાદ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે જાતે યાત્રાળુઓ ને ફ્રુટ તથા છાસ વિતરણ કરી યાત્રાળુ ની સેવા કરી હતી. આ ઉપરાંત પદયાત્રીઓના સામાન પર જિલ્લા પોલીસ વડા તથા અન્ય અધિકારીઓ દ્વારા રેડીયમ લગાવી તેઓની સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરી હતી.

(6:53 PM IST)