<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

લીમડા લાઈન જામનગર ખાતેનું CSC હવે ૨૪ કલાક ખુલ્લું રહેશે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી પ્રારંભ

કોમન સર્વિસ સેન્ટર પર પાન કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, LIC પ્રીમિયમ, વિવિધ બિલ તથા ટિકિટ બુકિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ

જામનગર: જરૂરિયાતમંદ નાગરિકોને તેમની અનુકૂળતા મુજબ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મળી રહે તે માટે ગુજરાતનું સૌપ્રથમ ૨૪-કલાક કાર્યરત કોમન સર્વિસ સેન્ટર (CSC) જામનગરમાં શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી આ વિશેષ ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ થશે.
    આજની વ્યસ્ત જીવનશૈલીમાં, નોકરિયાત અને મધ્યમવર્ગીય પરિવારો માટે ઓફિસના કલાકો દરમિયાન સરકારી સેવાઓ મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવું ઘણીવાર મુશ્કેલ હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ સેવા કેન્દ્રના સંચાલકે ૨૪-કલાક સેવાઓ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ કેન્દ્ર પર પાન કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો; વીજળી, ગેસ અને ટેલિફોન બિલ તથા LIC પ્રીમિયમ જેવા બિલ પેમેન્ટ; જીવન પ્રમાણપત્ર, વીમા, નેશનલ પેન્શન સ્કીમ અને તમામ પ્રકારની લોન જેવી નાણાકીય સેવાઓ; તેમજ ST, રેલવે અને પ્લેન ટિકિટ બુકિંગ જેવી યાત્રા સંબંધિત સેવાઓ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ઉદ્યોગ આધાર અને ટેલિ-લો કાનૂની સલાહ જેવી વ્યવસાયિક અને કાયદાકીય સેવાઓ પણ અહીંથી મળી રહેશે. લીમડા લાઈન, શેરી નંબર ૨, ખાતે આવેલું આ કેન્દ્ર શહેરના તમામ નાગરિકો માટે ખુલ્લું રહેશે.

 

(7:05 PM IST)