તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
જામનગર જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે સેફ્ટી જેકેટ તથા રિફ્લેકર લગાવવાના કેમ્પનું આયોજન
શ્રદ્ધાળુઓને તેઓની સલામતી વિશે સમજાવી તેમની સાથે રહેલ બેગ તથા લાકડીની પાછળ રેડિયમ પટ્ટી લગાવી

જામનગર: નવરાત્રી દરમિયાન કચ્છમાં માતાના મઢ દર્શનાર્થે જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ જામનગર જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે અકસ્માતથી બચવા જામનગરના ખીજડીયા બાયપાસ પાસે સેફ્ટી જેકેટનું વિતરણ તથા રેડિયમ રિફ્લેકટર ટેપ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં માતાના મઢ ચાલીને જઈ રહેલા શ્રદ્ધાળુઓને તેઓની સલામતી વિશે સમજાવી તેમની સાથે રહેલ બેગ તથા લાકડીની પાછળ રેડિયમ પટ્ટી લગાવી રાત્રે થતા અકસ્માતો નિવારવાનું કાર્ય હાથ ધરાયું હતું.
આ કેમ્પમાં જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગીરીશભાઈ સરવૈયા, પંચકોષી એ ડિવિઝનના પી.આઈ શેખ, રૂટ મેનેજર રાજકોટ વાડીનાર પ્રાઇવેટ લિમિટેડના તેજસ ભીંડી, રૂટ ઓફિસર કલ્પેશ શુક્લા, રૂટ સ્ટાફ સહિતનાઓ હાજર રહ્યા હતા.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
