News of Tuesday, 16th September 2025
મોરબીમાં યોજાનાર વન કવચ લોકાર્પણ કાર્યક્રમના સમયમાં ફેરફાર, બપોરે 2 વાગ્યાથી શરૂ થશે કાર્યક્રમ.
જોધપર પટેલ બોર્ડિંગ પાસે 2 થી 4 વાગ્યા સુધી સભા યોજાશે. ત્યારબાદ 4 થી 5:30 વાગ્યે સમૂહ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે તારીખ 17-09-2025 ને બુધવારના રોજ વનકવચ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સમયમાં ફેરફાર થયો હોય તેઓ બપોરે 12 વાગ્યાના બદલે 3 વાગ્યે મોરબી પધારશે અને 4 વાગ્યા સુધી આ કાર્યક્રમમાં હાજરી આપશે. જેથી આ કાર્યક્રમમાં જોધપર પટેલ બોર્ડિંગ પાસે 2 થી 4 વાગ્યા સુધી સભા યોજાશે. ત્યારબાદ 4 થી 5:30 વાગ્યે સમૂહ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. જેમાં એક સાથે 10,000 લોકો વૃક્ષારોપણ ક૨શે. આ કાર્યક્રમ પૂર્ણ થયે 5:30 થી 7:00 વાગ્યા સુધી પટેલ બોર્ડિંગ ખાતે ભોજન સમારંભનું આયોજન ક૨વામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વે મોરબી વાસીઓને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
