News of Wednesday, 17th September 2025
ગોધરામાં સવારથી જ વીજ પ્રવજ બંધ : સતત 11 કલાક વીજળી ગુલ થતાં લોકોનો હોબાળો
રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ MGVCLની કચેરી ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં MGVCLની બેદરકારીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્ટેગરિંગના નામે વીજળી કાપ મૂકવામાં આવતા સવારથી જ વીજ પ્રવાહ બંધ હતો, જે મોડી સાંજ સુધી ચાલુ ન થતા લોકો ગરમીમાં અકળાયા હતા. સતત 11 કલાક વીજળી ન આવતા શહેરીજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ MGVCLની કચેરી ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. વીજળીના અભાવે વેપાર-ધંધા અને ઘરના કામકાજ પણ અટકી પડ્યા હતા, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
