<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

સુરેન્દ્રનગરમાં સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત : આશરે 200 કાર અને 200 બાઈકની વિશાળ રેલી

યાત્રાના રૂટ પર વિવિધ સમાજો, જેમાં કારડિયા રાજપૂત, દલવાડી, તળપદા કોળી, ચમાર, બ્રહ્મ અને મુસ્લિમ સમાજના લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હ

સુરેન્દ્રનગરમાં  11 સપ્ટેમ્બરના રોજ બારડોલીથી શરૂ થયેલી સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે આશરે 200 કાર અને 200 બાઈકની વિશાળ રેલી શહેરમાં પ્રવેશી હતી. આ યાત્રા ગેબનશા પીર, ઉપાસના સરકાર, આંબેડકર ચોક, ટાંકી ચોક, અંબા મિકેનિક, બહુચર હોટેલ અને 80 ફૂટ રોડ પર ફરીને સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી, જ્યાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાના રૂટ પર વિવિધ સમાજો, જેમાં કારડિયા રાજપૂત, દલવાડી, તળપદા કોળી, ચમાર, બ્રહ્મ અને મુસ્લિમ સમાજના લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. યાત્રા રાત્રિ રોકાણ માટે મૂળચંદ રોડ પર આવેલ લેવા પટેલ બોર્ડિંગ ખાતે પહોંચી હતી અને ત્યારબાદ સવારે તે ચોટીલા તરફ આગળ વધશે. સરદાર પટેલના આદર્શોને સન્માન આપતી આ યાત્રાએ શહેરના વિવિધ સમાજોને એક સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

(12:09 AM IST)