News of Wednesday, 17th September 2025
મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે ચલો બ્લડ ગ્રુપ જાણીએ કાર્યક્રમ યોજવામાં આવ્યો
કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાના બ્લડ ગ્રુપથી પરિચિત બન્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોડેલ સ્કૂલ-મોટી બરાર ખાતે શાળાના વિદ્યાર્થીઓ પોતાના બ્લડ ગૃપથી પરિચિત બને તેમજ ભવિષ્યમાં તેનો સહેતુક ઉપયોગ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે “ચાલો બ્લડ ગૃપ જાણીયે” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડના કર્મચારી દિનેશભાઈ ગોગરા, દેવજીભાઈ ડાભી, સંજયભાઈ મૂળિયા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય બી. એન. વિડજાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો દ્વારા આ તકે સમગ્રલક્ષી સુનિયોજિત વ્યવસ્થા કરવામાં આવેલ.આ સુંદર મજાના બ્લડ ગૃપ ચેકઅપ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ હોશભેર જોડાયા હતા.
કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાના બ્લડ ગ્રુપથી પરિચિત બન્યા હતા. કાર્યક્રમના અંતે આ સેવા યજ્ઞમાં જોડાવા બદલ શાળાના આચાર્ય બી. એન. વિડજા સર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડ તેમજ ઉપસ્થિત કર્મચારીઓનો સહૃદય આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
