News of Wednesday, 17th September 2025
મોરબીમાં શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી.
રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સાહેબે લોહાણા સમાજના સાવજ સ્વ.રસિકલાલ અનડકટ તથા મોરબી લોહાણા સમાજ પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સાથેના સંસ્મરણો યાદ કર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. વાંકાનેરના રાજવી પરિવારના મહારાજા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનું મોરબી લોહાણા સમાજના અગ્રણીઓએ જલારામ ધામ ખાતે અદકેરુ સન્માન કર્યું હતું. રાજ્યસભાના સાંસદે લોહાણા સમાજનાં સાવજ સ્વ.રસિકલાલ અનડકટને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
મોરબીના જલારામ ધામ ખાતે જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ. રત્નેશ્વરીદેવીજીના વ્યાસાસને કરવામાં આવ્યુ છે ત્યારે વાંકાનેર રાજવી પરિવારના મહારાજા-રાજ્યસભા ના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સાહેબે જલારામ ધામ ખાતે ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સાહેબે લોહાણા સમાજના સાવજ સ્વ.રસિકલાલ અનડકટ તથા મોરબી લોહાણા સમાજ પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા.
તેમણે જણાવ્યુ હતુ કે તેમનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વાંકાનેર આવ્યા ત્યારે સ્વ.રસિકલાલ અનડકટે તેમણે રાજકારણમાં પ્રવેશવા પ્રેરીત કર્યા હતા, તે ઉપરાંત લોહાણા સમાજના અગ્રણીઓએ સમગ્ર પંથકના વિકાસમાં અનન્ય ફાળો અર્પણ કર્યો છે તેવું તેમણે ઉમેર્યુ હતુ. મોરબી જલારામ ધામની સેવાકીય પ્રવૃતિઓને પણ તેઓએ બિરદાવી સંસ્થાના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સ્વ.રસિકલાલ અનડકટને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આગામી સમયમાં સંસ્થાના અગ્રણીઓ સાથેના આ જુના સંબંધો વધુ નિકટ બનશે તેવું તેમણે જણાવ્યુ હતું
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
