<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં જીએસટી વિભાગે હાઈવે પર 1000 કિલો બ્રાસ ભરેલ 6 વાહનો અટકાવ્યા

ફેક્ટરી એશોસિએશન અને દરેડ જી.આઈ.ડી.સી ફેઝ 2 શેડ હોલ્ડર એશોસિએશન દ્વારા GST વિભાગને રજુઆત

જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં GST વિભાગે હાઈવે પર બ્રાસ ભરેલ 6 વાહનો અટકાવ્યા હતા  અમદાવાદની GSTની મોબાઇલ ટીમે આવીને અચાનક કાર્યવાહી હાથ ધરી હતી. હાઇવે પર ચાલી રહેલા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું . જેમાં બ્રાસ ઉદ્યોગ સાથે સંબંધિત માલ ભરેલા વાહનોને રોકવામાં આવ્યા હતા. GST ટીમે અંદાજે 1000 કિલો બ્રાસ માલ સાથેના છ જેટલા વાહનોને રોકીને કાર્યવાહી કરી હતી. આ મુદે ઉદ્યોગકારોએ GST વિભાગને રજૂઆત કરી હતી કે, આ માલ કાચો માલ છે, જેના પર આવી કાર્યવાહી ન થવી જોઈએ. હાલમાં સમગ્ર મામલે ફેક્ટરી એશોસિએશન અને દરેડ જી.આઈ.ડી.સી ફેઝ 2 શેડ હોલ્ડર એશોસિએશન દ્વારા GST વિભાગને રજુઆત કરવામા આવી હતી ..

(12:55 AM IST)