<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

દ્વારકા નજીક દુર્લભ પક્ષી માસ્‍ક્‍ડ શ્રાઇક

ભારતમાં ત્રીજો રેકોર્ડ નોંધાયો...

જામનગર :  દ્વારકા જીલ્લો વિશાળ સમુદ્ર કાંઠો અને જંગલ જેવો વીડી વિસ્‍તારધરાવે છે જેના પરિણામે ૪૦૦ થી વધુ દેશ વિદેશના પક્ષીઓ નું અંહી આવા-ગમન થતું રહે છે અને દર વરસે કેટલાક દુર્લભ વિદેશી પક્ષીઓ પણ આ વિસ્‍તારમાં નોંધાતા રહે છે  સપ્‍ટેમ્‍બર ના બીજા સપ્તાહમાં દ્વારકા ના વાસે આવેલ ヘેથા ભારાથી નામના મહિલા બડેર ને આ દુર્લભ પક્ષી શિવરાજપુર બીચ નજીક જોવા મળેલ જે દ્વારકા જીલ્લા નો પ્રથમ રેકોર્ડ છે આ અગાઉ ૨૦૧૬ માં સુરત ના ન્‍યારા નજીક અને ૨૦૨૪ માં લડાખ ના એક ગામમાં જોવા મળી હોવાનું પક્ષી અંગેની નોંધ માં જોવા મળે છે

 દક્ષિણપૂર્વ યુરોપ અને ભૂમધ્‍ય સમુદ્રના પૂર્વ છેડે જનન કરતું   અને પૂર્વી ઇરાક અને પヘમિ ઇરાનમાં વસ્‍તી ધરાવે છે .  મુખ્‍યત્‍વે ઉત્તરપૂર્વ આફ્રિકામાં શિયાળો ગાળે છે . જોકે તે ટૂંકા અંતરનું સ્‍થળાંતર કરે છે, અને  ઉત્તર અને પヘમિ યુરોપ સહિત અન્‍યત્ર વ્‍યાપકપણે જોવા મળે છે. તે શ્રાઇક  જાતિનો સૌથી નાનો સભ્‍ય છે , લાંબી પૂંછડી, હૂકવાળી ચાંચ માથાનો ભાગ કાળો હોય છે અને કપાળ પર સફેદ અને ખભા અને પાંખો પર મોટા સફેદ ધબ્‍બા હોય છે . ગળા, ગરદનની બાજુઓ અને નીચેનો ભાગ સફેદ  અને છાતી નારંગી હોય છે.  આ જાતિના પક્ષીઓ ના અવાજ ટૂંકા અને જાળીદાર હોય છે, પરંતુ ગીતમાં મધુર વાર્બલર જેવા ઘટકો હોય છે.. આ દુર્લભપક્ષી ભાગ્‍યેજ જ પヘમિ ના દેશોમાં આવે છે.. આવું દુર્લભ પક્ષી શિવરાજપુર બીચ નજીક જોવા મળતાં દેશભરમાંથી અનેક પક્ષીવિદો અને વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફરો તેને નિહાળવા અને ફોટોગ્રાફી માટે આવી રહ્યા છે ...

(તસ્‍વીરઃ-વિશ્‍વાસ ઠકકર)

(11:26 AM IST)