<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

નરેન્‍દ્રભાઇના જન્‍મદિનની સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સેવાકાર્યો સાથે ઉજવણી

જીલ્લા-તાલુકા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વડાપ્રધાનના કાર્યોને બિરદાવતા લોકો

જામજોધપુરમાં રકતદાન કેમ્‍પ તથા આલેશધામના મહંત અરવિંદબાપુ ડાભીએ નરેન્‍દ્રભાઇ મોદી સાથે મુલાકાત લીધી હતી તે ફાઇલ તસ્‍વીર. (તસ્‍વીરઃ જીલ વ્‍યાસ-જામજોધપુર)

રાજકોટ તા.૧૭: આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનો જન્‍મદિન છે. આજે રાજકોટ સહિત સોરાષ્‍ટ્ર- કચ્‍છમાં સેવાકાર્યો સાથે જન્‍મદિનની ઉજવણી થઇ રહી છે.

જામજોધપુર

(જીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુરઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસને યાદગાર બનાવવા માટે જામજોધપુર કડવા પટેલ સમાજ ખાતે મહા રક્‍તદાન કેમ્‍પ નું આયોજન કરવામાં આવેલ જેમાં જામજોધપુર શહેર ના જાણીતા વેપારી અગ્રણી જયકુમાર (લાલો ) વજુભાઈ દેલવાડીયા (મૂન ઈન્‍ડસ્‍ટ્રીઝ -જામજોધપુર) વાળા એ રક્‍તદાન કરી સરાહનીય કાર્ય કરેલ છે.

જસદણ

(હુસામુદીન કપાસી- હિતેશ ગોસાઇ દ્વારા)  જસદણઃ જસદણમાં દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ૭૫માં જન્‍મદિન પ્રસંગે ભાજપ દ્વારા આજ સવારથી ભરચક કાર્યક્રમો યોજવામાં આવ્‍યા છે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્‍યું હતું કે ગઈકાલે મંગળવારે જસદણ કન્‍યા વિનય મંદિરમાં એક સફળતાવાળો રકતદાન કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ દેશનું વિશ્વભરમાં નામ રોશન કર્યુ છે તે આઝાદી બાદ દેશનું ભારે ગૌરવ વધાર્યું છે પ્રત્‍યેક નાગરિકોએ આ બાબતની ખાસ નોંધ લેવી પડે એવા ગુજરાતના પનોતા પુત્ર નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વાસ્‍થ્‍ય અને દીર્ઘાયુ અંગે શિવ મંદિરમાં સામૂહિક પ્રાર્થના કરવામાં આવી આ ઉપરાંત સ્‍વસ્‍થ ભારત સ્‍વચ્‍છતા અભિયાન જેવાં કાર્યક્રમો યોજવામાં આવ્‍યાં હતાં. ખાસ કરીને આટકોટ કે ડી પરવાડિયા હોસ્‍પિટલ ખાતે ડો. ભરતભાઈ બોધરાએ મોદીજીના જન્‍મદિન અવસરે દર્દીઓ માટે આજે ઓપીડી નિઃશુલ્‍ક બનાવી હતી.

જામજોધપુર

(જીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુરઃ વડા પ્રધાન નરેન્‍દ્ર ભાઈ સાથે મહીકીઆલેશ ધામ ખોડીયાર માતાજી મંદિરના મહંત અરવિંદ બાપુ ડાભીએ પ્રયાગરાજ મુકામે મુલાકાત કરી હતી તેમના સંસ્‍મરણો યાદ કરી તેમના જન્‍મદિવસે આજ રોજ સ્‍વચ્‍છ ભારત સુંદર ભારતના સ્‍વપ્નદષ્ટા નરેન્‍દ્ર ભાઈ મોદીને શુભેચ્‍છા શુભેચ્‍છા પાઠવી હતી.

(11:35 AM IST)