News of Wednesday, 17th September 2025
પીઢ પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખના નિધનથી પત્રકાર જગતમાં મોટી ખોટ
પોરબંદરના ડો. ઇશ્વરલાલ ભરડાએ સ્વ. હેમેન્દ્રકુમારના પરિવારજનોને સાંત્વના આપીને શ્રધ્ધાંજલિ અર્પી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭: શિક્ષણવિદ્ ડો. ઇશ્વરલાલ ભરડાએ જુની પેઢીના પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખના અવસાનથી દુઃખ વ્યકત કરીને હેમેન્દ્રકુમારના પરિવારજનોને સાંત્વના પાઠવીને જણાવેલ છે કે પીઢ પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખના નિધનથી પત્રકાર જગતમાં મોટી ખોટ પડી છે.
પીઢ પત્રકાર અને સાદી જીવન શૈલી અને અસામાન્ય વ્યક્તિ એવા હેમેન્દ્રભાઇ પારેખના નિધન થવાથી પત્રકારત્વ નાં ક્ષેત્રમાં એક મોટી ખોટ પડી છે પત્રકાર સ્વ. ધનસુખભાઇ પારેખ નિધન બાદ સદગત શ્રી હેમેન્દ્રભાઇ પારેખએ પત્રકારત્વ ને જાગળત રાખ્યું હતું હવે સદગત નાં જવાથી પીઢ પત્રકાર પત્રકારત્વની ખોટ હંમેશા પોરબંદર ને રહે રહેશે. પારેખ પરિવારનાં પરેશભાઇ પારેખ ને પત્રકારત્વ ક્ષેત્રના તમામ પત્રકાર મિત્રો સાંત્વના પાઠવી અને દુઃખની પળો એ તેમની સાથે પત્રકારત્વ મિત્રો તેમની સાથે છે તેમ જણાવીને શિક્ષણવિંદ ડો. ઈશ્વરલાલ ભરડાએ હેમેન્દ્રકુમારને શ્રધ્ધાંજલિ અર્પી હતી
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
