<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

પોરબંદર જિલ્લામાં નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિન અવસરે ર સ્‍થળોએ મેદસ્‍વિતા મુકત શિબિરો

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૭: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના ૭૫મા જન્‍મદિવસ નિમિત્તે રાજ્‍યવ્‍યાપી ‘સ્‍વસ્‍થ ગુજરાત - મેદસ્‍વિતા મુક્‍ત ગુજરાત' અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લામાં બે સ્‍થળોએ ૩૦ દિવસીય રીઝલ્‍ટ ઓરિએન્‍ટેડ મેદસ્‍વિતા મુક્‍ત કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પોરબંદર જિલ્લામાં પણ બે સ્‍થળોએ કેમ્‍પ યોજાશે જેમાં આર્ય સમાજ, મહર્ષિ દયાનંદ માર્ગ, પોરબંદર ખાતે જેના માટે કેતન કોટિયાનો મોબાઇલ નંબર ૯૯૨૫૦ ૧૮૩૯૩ પર સંપર્ક તેમજ ખોજા જમાત વાડી, રાણાવાવ - યોગ કોચ નફીસાબેન ઢાલાનીનો મોબાઇલ નંબર ૯૯૨૪૦ ૭૨૦૧૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.

આ કેમ્‍પ દરરોજ સવારે ૬:૩૦ થી ૮:૦૦ વાગ્‍યા સુધી રહેશે. આ કેમ્‍પમાં યોગાભ્‍યાસ સાથે આહાર વિષયક માર્ગદર્શન, જીવનશૈલી સુધારણા, એકયુપ્રેશર તથા આરોગ્‍યલક્ષી પણ માહિતી આપવામાં આવશે.

(11:54 AM IST)