<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ભાવનગરમાં કૂતરાના બિસ્‍કીટના પાર્સલ સાથે મુંબઈથી ગાંજો મંગાવનાર પાંચ નબીરા ઝડપાયા

 

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૭: નીલમબાગ પોલીસે મળેલી બાતમીને આધારે શહેરની માયા ટ્રાવેલ્‍સની ઓફિસમાંથી મુંબઈથી આવેલ પાલતુ કૂતરાના બિસ્‍કિટના પાર્સલની આડમાં  ગાંજાનો ઝડ જથ્‍થો ઝડપી લીધો છે. અને પાર્સલ લેવા આવેલા પાંચ નબીરાઓને પણ ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્‍યું કે, પાર્સલમાં કૂતરાના બિસ્‍કિટ સાથે રોકડ અને ગાંજો હતો.

ગાંજા સાથે ઝડપાયેલામાં રૂતુરાજસિંહ વિરેન્‍દ્રસિંહ ગોહિલ ઉ.વ.૨૬ રહે.પ્‍લોટ નં.૫ સાધના સોસાયટી દેવુબાગ ભાવનગર, પરંજભાઇ વિજયભાઇ પટેલ ઉ.વ.૨૬ રહે. સી-૧૭૯૫, વળદાંવન પાર્ક, પટેલ સોસાયટી કાળીયાબીડ ભાવનગર, જીગરભાઇ જીતેન્‍દ્રભાઈ સિધ્‍ધપુરા ઉ.વ. ૨૭ રહે. પ્‍લોટનં. ૪૬ રેખા સોસાયટી, લીલા સર્કલ ભાવનગર,  જયભાઇ વિમ લભાઇ પટેલ ઉ.વ. ૨૪ રહે. પ્‍લોટનં. ૧૮૮૪, વળદાંવન સોસાટી કાળીયાબીડ ભાવનગર અને અભિષેકભાઇ બાબુભાઇ માંગુકીયા રહે. દેવુબાગ નો સમાવેશ થાય છે.  જ્‍યારે મુંબઇ રહેતા પાર્થભાઈ ભટ્ટ જેને ટ્રાવેલ્‍સમાં ગાંજો મોકલ્‍યો હતો તેને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ છે.

પોલીસે માયા ટ્રાવેલ્‍સમાં મારફતે મેળવી તેઓના કબ્‍જામાં નાર્કોટીકસ ગાંજો વજન ૪૭૫ ગ્રામ કિ.રુ.૪૭૫૦/ એક પારદર્શક સીલપેક બોકસમાં તથા મોબાઇલ ફોન-૫ કિ.રૂ.૧૨૫૦૦૦/ તથા રોકડા રૂપિયા ૧,૫૦,૦૦૦/ સહિત કુલ કિ.રૂા. ૨૮૦૦૦૦/ નો મુદ્દામાલ કબજે કરેલ છે. આ અંગેની વધુ તપાસ નીલમબાગ પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.ડી .ઝાલા ચલાવી રહ્યા છે.

(12:10 PM IST)