News of Wednesday, 17th September 2025
શિષ્યવૃતિના રૂા. ૪ાા કરોડના કૌભાંડમાં સ્કૂલ સંચાલકોની ધરપકડ
નાણા જે તે વિદ્યાર્થીઓને આપેલ નહીઃ ખોટા ડોકયુમેન્ટ રજુ કરેલા : પોલીસે રર૪પ વિદ્યાર્થીઓની ડીટેઇલ કબ્જે કરી જુનાગઢ પોલીસે ૧ર શૈક્ષણીક સંસ્થાઓમાં તપાસ ચલાવીઃ સોરઠ વિસ્તારમાં ખળભળાટ : હજુ એક સ્કૂલ સંચાલકની અટક બાકી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૭: જૂનાગઢ શહેર સીડીવીઝન પોલીસ સ્ટેશન ક.૪૦૯, ૪૦૬, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબનો ગુનો દાખલ થયેલ હતો. જે વિગત એવી છે કે, આ કામની ૧૨ સંસ્થાઓના આચાર્યો તેમજ ટ્રસ્ટના હોદેદારો અને જવાબદાર આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી પોત પોતાની ૧૨ સંસ્થાઓના બેનર હેઠળની સંસ્થા બનાવી જેમાં વિદ્યાર્થીઓના નામે નાયબ નિયામક અનુ.જાતી કલ્યાણ જુનાગઢની કચેરીમાંથી સરકારશ્રીના નિયમ અન્વયે મળવા પાત્ર શિષ્યવળત્તિ રકમ મેળવવા સારૂ ખોટા દસ્તાવેજ બનાવી સાચા તરીકે રજુ કરી છેતરપીંડી કરી વિદ્યાર્થીઓના નામની શિષ્યવળત્તિ રકમના ચેકો મેળવી સરકારી નાણા રૂપીયા કુલ-૪,૬૦,૩૮,૫૫૦/-ની ઉચાપત કરી જે શિષ્યવળતિની રકમના નાણા જે તે વિદ્યાર્થીઓને નહી આપેલ. જે બાબતેની ફરીયાદ નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ,જુનાગઢ દ્વારા આપતા જે બાબતે ગુનો રજીસ્ટર ક૨વામાં આવેલ હતો. જે ગુનાની તપાસ એસ.ઓ.જી પોલીસ ઇન્સ. આર.બી.ગઢવી ચલાવી રહેલ હોય અને આ ગુનાના કામે આરોપીઓની ઓળખ કરવામાં આવેલ.
ગુનામાં સંડોવાયેલ સંસ્થાઓમાં (૧)ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ, આર.સી.પારેખ એન્ડ સી.સી.પારેખ એજયુકેશન કેમ્પસ મહાજન હોસ્પીટલ સામે મુ.માંગરોળ (૨) રોયલ ઇન્સ્ટીટયુટ ઓફ પેરામેડીકલ બસસ્ટેન્ડ પાછળ મુ.માણાવદર (૩)ગાંધી સ્મળતિ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ, શ્યામ ચેમ્બર સેકન્ડ ફલોર દાતાર રોડ, ે (૪)સાંગાણી પેરામેડીકલ સ્કૂલ સાંગાણી હોસ્પીટલ બસસ્ટેન્ડ સામે મુ.કેશોદ (૫)ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ કેશોદઆંબાવાડી કાપડ બજાર લાલબંગલા પાસે દર્પણ સ્ટુડીયો સામે મુ.કેશોદ, (૬)ગુજરાત ઇન્સ્ટીટયુટ ગાંધીચોક, આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની ઉપર (૭)શિવ ઇન્સ્ટી. ટાવર રોડ ચાર ચોક મુ.માંગરોળ, (૮)ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ ઓફ પેરામેડીકલ મેંદરડા (૯)ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ, બસસ્ટેન્ડ પાછળ બાલાજી કોમ્પલેક્ષ સામે મુ.મેંદરડા (૧૦)કિષ્ના એકેડેમી રામ મંદિર ચોક હનુમાન મંદિર પાસે મુ.ગડુ તા.માળીયા હાટીના, (૧૧)ગુજરાત ઇન્સ્ટીટયુટ જેનીલી શોપીંગ સેન્ટર થર્ડ ફલોર એમ.જી.રોડ (૧૨)પ્રશિક્ષણ એજયુકેશન તાલુકા પંચાયત સામે યુકો બેંક પાસે મુ.કેશોદ જિ.જૂનાગઢના આચાર્યો તેમજ ટ્રસ્ટના હોદેદારો અને જવાબદારો તરીકે રહેલ છે.
ઉપરોકત ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ શહેર ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલીયાના અધ્યક્ષ સ્થાને સુપરવિઝન રાખવામાં આવેલ તેમજ જરૂરી માર્ગદર્શન હેઠળ એક શીટની રચના કરવામાં આવેલ હતી અને સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવેલ હતી. તેમજ તપાસ દરમ્યાન ફરીયાદી દ્રારા ઉપરોક્ત ૧૨ સંસ્થાઓના પોતાની ઓફીસ ખાતે રજૂ કરેલ ડોકયુમેન્ટ રજૂ કરેલ હોય જે તમામ ડોકયુમેન્ટ તપાસના કામે કબ્જે કરવામાં આવેલ હતા. જેમાં કુલ-૨૨૪૫ વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ કબ્જે કરવામાં આવેલ હતા.તેમજ તપાસ દરમ્યાન તમામ સંસ્થાઓની બેંકો પાસેથી ડીટેઇલ માંગવામાં આવેલ હતી અને બેંકો દ્રારા એકાઉન્ટ હોલ્ડરોની માહિતી આપવામાં આવેલ હતી. જે આધારે સંપુર્ણ તપાસ દરમ્યાન કુલ-૦૫ આરોપીઓની ઓળખ થયેલ કે જેઓના એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા થયેલ હતી. આમ, ઉપરોકત ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડીપાડવા માટે એસ.ઓ.જી. શાખાની અલગ અલગ ટીમો તૈયાર કરી શોધખોળ કરી કુલ-૦૪ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. જેમાં બીજા કેટલા આરોપીની સંડોવણી છે તે શોધી કાઢવા તપાસ શરૂ કરેલ છે.
અટક કરેલ આરોપીઓમાં (૧)રમેશભાઈ કાળુભાઈ બાકુ, ધંધો-વેપાર રહે.ગામ-જેપુર, કોળી વિસ્તાર, તા.તાલાળા (ક્રિષ્ના એકેડેમીના સંચાલક) (૨)રમણીકભાઈ નાથાભાઈ રાઠોડ, ધંધો-વકીલાત રહે.ગામ-ગળોદર, શીવમ વિધાલયની બાજુમાં તા.માળીયા હાટીના (પ્રશિક્ષણ એજયુકેશનના સંચાલક)(૩) ભાવિન લાલજીભાઈ ડઢાણીયા, ધંધો-જોબવર્ક, રહે અમદાવાદ, વષાાલ, બાપા સીતારામ ચોક નજીક, વૈધરાજ સોસાયટી, ઈ-૬૦૨, મુળ રહે.ગામ-કડાયા, રામ મંદિર શેરી, તા.માળીયા હાટીના સાંગાણી (પેરામેડીકલ સ્કૂલના સંચાલક) (૪) જગદીશ ભીખાભાઈ પરમાર, ધંધો-લાઈફ એકેડેમી સંચાલન, રહે. કેશોદ, ડીપી રોડ, ઉમા ધામ, શૈલેષભાઈ અઘેરાના મકાનમાં, મુળ રહે.ચોરવાડ, આવાસ યોજનમાં, બીજો માળ, બ્લોક નં.૩ (ક્રિષ્ના ઇન્સ્ટીટયુટના સંચાલક) નો સમાવેશ થાય છે.
પકડવાના બાકી આરોપીમાં (૧)ઇન્ડીયન ઇન્સ્ટીટયુટના સંચાલક અમરેલીયા ઉમરફારૂક મો.ઈબ્રાહીમ, રહે.માંગરોળ પ્રિન્સીપાલનો સમાવેશ થાય છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
