News of Wednesday, 17th September 2025
વેરાવળના પ્રતિષ્ઠિત વિસ્તારમાં ધમધમતું કુટણખાનું ઝડપાયુ : ચારની અટકાયત
રૂા.૨૪૦૦૦ નો મુદામાલ કબજે સીકયુરીટી ગાર્ડમાં કામ કરતા ત્રીવેદી દંપતીએ દેહ વ્યાપાર કરવા મકાન આપી ભાગીદારી કરી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૭: પ્રતિષ્ઠીત વિસ્તાર મોદીની વાડી પાસે કુટણખાનું ધમધમતું હોય જેથી અનેક ફરીયાદો થતા પોલીસે દરોડો પાડી મકાન માલીક સહીત ચારની અટકાયત કરી અનૈતીક કામ કરાવવાની વસ્તુઓ સહિત ૨૪૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.
વેરાવળ શહેર માં ખુબજ પ્રતિષ્ઠીત ધરાવતો વિસ્તારમાં અનેક વિસ્તારમાં હજારો દીકરીઓ અભ્યાસ કરતી હોય તેજ વિસ્તારમાં કુટણખાનું ધમધમતું હતુ તે મોદીની વાડી પાસે પોલીસે તા.૧૬ના રોજ સાંજે દરોડો પાડી મકાન માલીક દીપક દીવ્યકાત ત્રીવેદી જે સીકયુરીટી ગાડ તરીકે કામ કરે છે તેના પત્ની જાગળતિબેન દીવ્યકાંત ત્રીવેદીએ પોતાનું મકાન દેહ દેહ વ્યાપાર કરવા માટે આ ધંધા માં સંકળાયેલ લક્ષ્મી ઉર્ફે રેશ્મા ધનશ્યામ દીવાન સીગ સાથે ભાગીદારી કરી ગ્રાહકો ની દલાલી નકકી કરેલ હતી.
પી.એસ.આઈ રામદેવસિંહ રાજેન્દ્રસિંહ રાયજાદાએ મકાન માલીક દીપક દીવ્યકાંત ત્રીવેદી,જાગતિ દીવ્યકાંત ત્રીવેદી,લક્ષ્મી ઉર્ફે રેશ્મા ધનશ્યામ દીવાન સીગ તેમજ ગ્રાહક તરીકે આવેલ હીરન કૈયાલાલ વધવા સામે ગુનો દાખલ કરેલ છે જમાં ફરીયાદમાં જણાવેલ છે કે ત્રીવદી દંપતી એ પોતાનું મકાન બહાર થી રૂપલલનાઓને બોલાવી પ્રલોભનો આપી રૂમ ની સગવડ પુરી પાડી પોતાની દલાલીના રૂપીયા કાઢી લક્ષ્મી ઉર્ફે રેશમા ધનશ્યામ દીવાનસીગ ગ્રાહકો બોલાવી દેહ વ્યપાર કરાવી એક ગ્રાહકના રૂા.૨૦૦૦ લેતા હતા ભોગ બનનાર મહિલા રૂા.૫૦૦ આપી બાકીના મકાન માલીક તેમજ પોતે ભાગ પાડી લેતા હતા વૈશ્યા વળતિ માટે ગ્રાહક બનીન આવેલ હિરેન કનૈયાલાલ વાધવા ને સ્થળ ઉપર થી અટકાયત કરાયેલ છે પોલીસે રોકડા રૂા.૨૦૦૦ અનૈતીક કામ વપરાતી વસ્તુઓ નંગ ૨૩ માબાઈલ નંગ ૧ રૂા.૨૦૦૦ મોટરસાઈકલ રૂા.૨૦,૦૦૦ કુલ રૂા.૨૪,૦૦૦ના મુદામાલ સાથે ચારેયની અટકાયત કરેલ છે.
આ વિસ્તાર ખુબજ પ્રતિષ્ઠીત છે જયાં હજારો દીકરીઓ અભ્યાસ કરે છે તેની સામે આ કુટણખાનું ધમધમતું હોય રેશ્મા નામની મહીલા ધંધો કરાવતી હોય ખુબજ મોટી સંખ્યામાં ગ્રાહકો આવતા હાય જેથી આજુ બાજુ રહેતા પરીવારજનો ખુબજ મુશ્કેલીમાં મુકાય ગયેલ હતા જેથી પોલીસને રજુઆતો કરતા તા. ૧૬/૯ ના સાંજે ૫ વાગ્યા ના અરસામાં દરોડો પાડેલ હતો, રાત્રે ૧૧ વાગ્યા સુધી કામગીરી ચાલેલ હતી આ કુટણખાના સાથે બીજી કંઈ કંઈ મહીલાઓ સંકળાયેલ છે કેટલા વખતથી ચાલતુ હતું તેની તપાસનો ધમધમાટ ચાલુ કરેલ છે
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
