<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

જામનગરમા શ્રી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે તા. 19 સપ્ટેમ્બર થી 21 ઓક્ટોમ્બર, 2025 સુધી ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાશે

તારતમ સાગરની અખંડ પારાયણનો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ અને સંતો મહંતોની ઉપસ્થિતિ વચ્ચે પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે તા.19 ને શુક્રવારે શ્રી તારતમ સાગરની પારાયણનો પ્રારંભ થશે, બીજા દિવસે શનિવારે સવારે 10 કલાકે પ્રાગટ્ય મહોત્સવની મહાઆરતી, દર્શન તથા નૂતન ધ્વજારોહણ થશે, બપોરે 3 કલાકે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પણ નીકળશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭

જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે તા. 19 સપ્ટેમ્બર થી 21 ઓક્ટોમ્બર, 2025 સુધી ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. 

મહામતિશ્રી પ્રાણનાથજીનો જન્મ જામનગરમાં વિક્રમ સંવત 1675 ભાદરવા વદ ચૌદશને રવિવાર ( 6 સપ્ટેમ્બર - 1618 ) ના રોજ જામરાજાના દીવાન કેશવરાયજીને ત્યાં થયો હતો . તેઓએ જામનગરથી પન્ના ( મ.પ્ર .) સુધી ધર્મયાત્રા કરી સામાજિક જાગૃતિ , ધાર્મિક ચેતના અને રાજનીતિ ક્ષેત્રે નવા ક્રાંતિકારી મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે. ધર્મપ્રચાર યાત્રા દરમ્યાન 18758 ચોપાઈઓ પ્રકટી હતી. તેમનું સંકલન “ શ્રી તારતમ સાગર’’માં થયું છે . માનવીના આધ્યાત્મિક ઉત્થાનની સાથો-સાથ સમાજ સુધારણાનો ઉપદેશ આપી વિશ્વ ધર્મની બુનિયાદ ખડી કરી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને વિશ્વ કલ્યાણના મહાન સંદેશ દ્વારા વ્યક્ત કરી માનવ જાતને સાતા આપવાનો પ્રયત્ન કર્યો હતો . 

 

પ્રતિવર્ષે મહામતી શ્રી પ્રાણનાથજીની જન્મ જયંતી જામનગરમાં દેશ - વિદેશના હજારો ભાવિક ધર્મપ્રેમી ભક્તોની હાજરીમાં ઉજવાય છે . 

મહામતિ શ્રી પ્રાણનાથજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે જામનગર અને ગુજરાત તેમજ આસપાસના જિલ્લાઓમાંથી તેમજ અન્ય રાજ્યો ઉપરાંત દેશ વિદેશમાંથી આવેલા સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થતિમાં તારતમ સાગરની અખંડ પારાયણનો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ અને સંતો મહંતોની ઉપસ્થિતિ વચ્ચે પ્રારંભ થનાર છે. પ્રતિવર્ષે મહામતિ શ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવની દબદબાભેર ઉજવણી થાય છે.  જે મુજબ આ વર્ષે પણ ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 

 

આ અવસરે પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે તા.19, સપ્ટેમ્બર,2025ના શુક્રવારે શ્રી તારતમ સાગરની પારાયણ અને મહોત્સવનો શુભારંભ થશે. બીજા દિવસે એટલે કે, 20 ઓકટોબરના શનિવારે સવારે 10 કલાકે પ્રાગટ્ય મહોત્સવની મહાઆરતી, દર્શન તથા નૂતન ધ્વજારોહણ થશે ત્યારબાદ બપોરે 3 કલાકે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પણ નીકળશે. જે શોભાયાત્રા જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી મહામતિ શ્રી પ્રાણનાથજીના જન્મ સ્થાન 'શ્રી પ્રાણનાથ મેડી મંદિર' થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુનઃ ખીજડા મંદિરે પહોંચી સંપન્ન થશે. તા. 21 ઓકટોબર, 2025ને રવિવારના રોજ "શ્રી તારતમ સાગર''ના શ્રી 108 પારાયણની સવારે 10:30 વાગ્યે પૂર્ણાહુતિ થશે.

(4:09 PM IST)