News of Wednesday, 17th September 2025
જોડિયા હુન્નરશાળા સંચાલિત શ્રીમતી યુપીવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનમાં જોડાઈ
કાર્યક્રમ હેઠળ ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર 2025 સુધી બે સપ્તાહ ઉજવણી

જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અવસરે જોડિયા રેફરલ હોસ્પિટલ ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત રાખવામાં આવેલ જેમાં શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા સંચાલિત શ્રીમતી યુપીવી કન્યાવિદ્યાલયની ધો.૧૧ની વિદ્યાર્થિનીઓ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન, તાલુકા પ્રમુખ ચંદ્રિકાબેન, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, હેલ્થ ઓફિસ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ હેઠળ ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર 2025 સુધી બે સપ્તાહ ઉજવણી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મધ્યપ્રદેશથી લાઈવ પ્રસારણ 12:00 થી 1: 25 વાગ્યા સુધી હતું. જેમાં નારી સશક્ત બને તે માટે તબીબી તપાસ અને આરોગ્ય સેવાનો લાભ લેવા, ઉપરાંત કુપોષિત બનેલી સ્ત્રી જાગૃત થાય તે હેતુથી આ અભિયાનની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. દેશનો વિકાસ કરવો હોય તો પહેલા નારીનો વિકાસ કરવો પડશે. નારી સશક્ત બને અને મહિલાઓમાં તબીબી તપાસ, બીપી, ડાયાબિટીસ, ટીબી વગેરે રોગોની તપાસ કરાવવી તેમજ પ્રધાનમંત્રી યોજના આવાસ યોજના, જળ જીવન મિશન, ઘરઘર શૌચાલય, ઉજ્વલા, માતા અને બહેનોની મુશ્કેલીઓ દૂર કરવાના હંમેશા પ્રયાસ કર્યો છે. સ્વસ્થ નારી અને સશક્ત નારી બને તેવા હેતુથી આ અભિયાન ચલાવવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ધોરણ ૧૧ની વિદ્યાર્થિની બહેનો અને શાળાના શિક્ષિકા મમતાબેન જોશી અને અસ્મિતાબેન કૈલા સહભાગી થયા હતા.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
