News of Wednesday, 17th September 2025
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રોડનું નાળુ બેસી ગયું
ભાવનગર અમદાવાદ શોટ રૂટના મુખ્ય માર્ગમાં આવેલ નાળુ બેસી જતા વાહનચાલકો પરેશાન

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રોડનું નાળુ બેસી જતા વાહનવ્યવહારને અસર થઈ છે. ભાવનગર અમદાવાદ શોટ રૂટના મુખ્ય માર્ગમાં આવેલ નાળુ બેસી જતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. મોટી માત્રા વાહનોની આજ રોડ પર અવરજવર થઈ રહી છે ત્યારે નાળુ બેસી જતા લોકો માં રોષની લાગણી ફેલાઈ છે. કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન સર્જાયો છે
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
