<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની વિવિધતાસભર ઉજવણી રીતે ઉજવણી કરાઈ.

મોરબીની સહકારી સંસ્થાઓએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.: ગણેશ ધામ સોસાયટીના મહિલાઓ દ્વારા સફાઈ કર્મચારીનું સન્માન કરાયું :તાલુકા પંચાયત કચેરીની સફાઈ કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 75મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો દ્વારા મોદીના જન્મદિવસની ઉજવણી કરી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

મોરબીની નવયુગ B.Sc. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના જન્મદિન નિમિત્તે  હૃદયસ્પર્શી પત્રો લખી અનોખી ઉજવણી કરી.
નવયુગ B.Sc. કોલેજમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૫મા જન્મદિન નિમિત્તે એક વિશિષ્ટ અને ભાવનાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ દેશના પ્રધાનસેવક પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા હૃદયસ્પર્શી પત્રો લખ્યા અને તેમના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી.
વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલા પત્રોમાં મોદીના જીવન સંઘર્ષ, તેમના દેશભક્તિભર્યા નેતૃત્વ અને યુવાનોને નવી દિશા આપનાર પ્રેરણાસ્ત્રોત તરીકેના અભિગમોની પ્રસંશા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્ર્મ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન નાં પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયા સર નાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
મોરબીની સહકારી સંસ્થાઓએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના ૭૫માં જન્મ દિવસની મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી., મોરબી (મયુર ડેરી) ના તાબા નીચે આવતી દૂધ મંડળીઓના દુધ ઉત્પાદકો દ્વારા માનનીય વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે.
પ્રાથમિક કૃષિ વિષયક સહકારી મંડળીઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે શરૂ કરવામાં આવેલ CSC ની સુવિધા, અનાજ સંગ્રહ માટે મોટા કદના ગોડાઉન બનાવવા માટે સહાય યોજના, પાણી સમિતિની રચાના, જન ઔષધિ કેન્દ્ર વિગેરે જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ (ઇનીશીયેટીવ) થી સભાસદોને તથા મંડળીઓને થયેલ લાભ બદલ વડાપ્રધાનનો આભાર માનવામાં આવ્યો છે. આ સાથે 0% વ્યાજ સહાયથી મળતા પાક ધિરાણથી ખેડૂતને થયેલ લાભ બદલ વડાપ્રધાનનો આભાર માનવામાં આવ્યો છે.
આ માટે ડો. બી. એન. પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.(મયુર ડેરી), માર્કેટીંગ યાર્ડ-મોરબી, મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., માળીયા (મીં.) તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., તથા મોરબી વિભાગ સેવા સહકારી મંડળી લી., મોરબી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મ દિવસની શુભેચ્છા પોસ્ટ કાર્ડ લખી કરી શરૂઆત કરવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયુ છે.
મોરબીની ગણેશ ધામ સોસાયટીના મહિલાઓ દ્વારા સફાઈ કર્મચારીનું સન્માન કરાયું
આજે દેશના વડાપ્રધાન અને સ્વચ્છ ભારત અભિયાનના પ્રણેતા નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીના કોસાધ્યક્ષ હર્ષદભાઈ પ્રજાપતિ તેમજ ગણેશ ધામ સોસાયટીના મહિલાઓ દ્વારા સફાઈ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું.
મોરબી તાલુકા પંચાયત કચેરીની સફાઈ કરાઈ
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના 75માં જન્મદિવસ નિમિતે સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત મોરબી તાલુકા પંચાયત દ્વારા મોરબી તાલુકા પંચાયત કચેરીની સફાઈ કરી કરવામાં આવી હતી

(10:52 PM IST)