News of Thursday, 18th September 2025
રાજકોટમાં અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં યોજાનાર સહકારી સંમેલન માટે ઉપલેટામાં મિટીંગ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૧૮: આગામી તારીખ ૨૨ સપ્ટેમ્બર ના રોજ રાજકોટ ખાતે મળનારા વિશાળ સહકારી સંમેલન અંગે આજે ઉપલેટા ખાતે સહકારી અને ખેડૂતોની વિશાળા હાજરી વચ્ચે મળેલ મિટિંગમાં જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જિલ્લા ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા ઉપલેટા યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર ભોલે જિલ્લા ભાજપના આગેવાનો રવિભાઈ માકડીયા ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા સહકારી સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખીયા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા યાર્ડના ડિરેક્ટર દલપતભાઈ માકડીયા સહિતના સહકારી અને ખેડૂત આગેવાનો ગામડાના સરપંચો સહકારી મંડળીના પ્રમુખો ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.(તસવીરઃ ભોલુ રાઠોડ - ઉપલેટા)(
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
