<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

જખૌથી કોડીનાર ૬૦૦ કિ.મી.ની એસટી મુસાફરી ઉભા ઉભા કરવી પડી : વધુ બસ ફાળવવા માંગણી

 

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૧૮: અઢાર ઓગસ્‍ટના દિવસે જખૌબંદર થી દિવ જવા ઊપડેલી બસમાં મુસાફરી કરતાં મુસાફરોની હાલત ખૂબજ દયનીય હતી.આ બસની કેપેસીટી બાવન મુસાફરોની હતી. છતા આ બસમાં તમામ બાવન સીટો તો પેક હતી ઊપરાંત આ બસમાં જખૌબંદર થી કોડીનાર ની ટીકીટ લઈને લોકો એ ઊભા ઊભા મુસાફરી કરી હતી.આમ તો આ બસ સેવા જ્‍યારથી શરૂ થઈ ત્‍યારથી આજદિન સુધી દિવ જતી હોય કે જખૌબંદર જતી હોય કાયમી ધોરણે ફુલ જ હોય છે છતાં પણ જે રીતે અમરેલી એસટી વિભાગ દ્વારા છોટાઉદેપુર ડુમકા દાહોદ ફતેપુરા સંજેલી જેવા આદીવાસી વિસ્‍તારમાંથી ખેતમજૂરોને લાવવામાં માટે અમરેલી ધારી સાવરકુંડલા બગસરા ડેપો દ્વારા જે રીતે એકથી વધુ બસો શરૂ કરવામાં આવે છે તેવી જ બસો માછીમારી ઊદ્યોગ સાથે સંકળાયેલા રાજુલા જાફરાબાદ કોડીનાર ઊના સુત્રાપાડા વિસ્‍તારના લોકો માટે શરૂ કરવાની માંગણી હોવા છતાં પણ શરૂ કરવામાં આવતી નથી. કોડીનારના કોટડા ગામથી જખૌ બંદરની બસ સેવા શરુ કરવા છેલ્લા વિસ વરસથી માંગણી કરવામાં આવી છે. કોડીનાર વિસ્‍તારના ધારાસભ્‍ય દ્વારા પણ આ બસ સેવા શરૂ કરવા માટે એક વર્ષ કરતાં વધુ સમયથી માંગણી કરવામાં આવી છે. છતાં પણ અમરેલી એસટી વિભાગ દ્વારા આ બાબતે કોઇ જ કાર્યવાહી કરેલ નથી જે બાબતે કોટડા ગામના જાગળત મુસાફર સુરેશભાઈ એ મુખ્‍યમંત્રી શ્રી ને લેખિત રજૂઆત કરી છે ત્‍યારે અમરેલી એસટી વિભાગ આ બાબતે શું કાર્યવાહી કરે છે એ તો સમય જ બતાવશે.

(12:02 PM IST)