News of Thursday, 18th September 2025
જામનગરની જી.ડી. ગોએન્કા પબ્લિક સ્કૂલની ચાર વિદ્યાર્થીનીઓએ ભૂતાનમાં આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ગૌરવ વધાર્યું
જામનગરની ધાર્મી ભોરાણીયા, કરીના યાદવ, જાનવી ભાવેશભાઈ ગાગીયા અને દિયા વિચ્છીને ગોલ્ડ મેડલ

જામનગર તા.૧૮ : જામનગરની જી.ડી. ગોએન્કા પબ્લિક સ્કૂલની ચાર વિદ્યાર્થીનીઓએ ભૂતાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થીનીઓ ભારતીય અંડર-17 ગર્લ્સ ટીમનો ભાગ હતી.
આ સ્પર્ધા ભૂતાન ખાતે 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી એશિયન પ્રથમ 6-એ સાઇડ હેન્ડબોલ ટુર્નામેન્ટ હતી. વિજેતા ટીમમાં જામનગરની ધાર્મી ભોરાણીયા, કરીના યાદવ, જાનવી ભાવેશભાઈ ગાગીયા અને દિયા વિચ્છીનો સમાવેશ થાય છે. તેમની સાથે ફિઝિકલ એજ્યુકેશન ટીચર બલવંતસિંહ દરબાર પણ ટીમનો હિસ્સો હતા.
આ સિદ્ધિ બદલ શાળાના ડિરેક્ટર સંજય ખંડેલવાલ અને પ્રિન્સિપાલ થોમ્સન માઇકલે વિદ્યાર્થીનીઓ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગરની દીકરીઓની આ સફળતા સમગ્ર શહેર માટે પ્રેરણાદાયક બની છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
