<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

વિસાવદરના જાંબુથાળાના માલધારી પ્રકરણમાં આખરે વન અધિકારી-કર્મચારીઓ સામે ગુનો દાખલ થઈ રહ્યો છે : જહાંગીર બ્લોચ

આ પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે જે માંગ સ્વીકારાઈ રહી છે અને આરએફઓ, ફોરેસ્ટર, ગાર્ડ સહિત ત્રણ સામે એફઆઈઆર નોધાઈ રહ્યાના સમાચાર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮  : અખિલ ગુજરાત મકરાણી બ્લોચ સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચ (રિટાયર્ડ નાયબ મામલતદાર)એ સોશિયલ મીડિયામાં એક વિડિયો દ્વારા જાહેર કર્યું છે કે, વિસાવદરના જાંબુથાળાના મકરાણી માલધારી‌‌ યુવાને વન વિભાગના ત્રાસના પરિણામે ઝેરી દવા પી આપઘાત કરી લેતા માલધારી સમાજની માંગ‌ હતી કે આ પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે જે માંગ સ્વીકારાઈ રહી છે અને આરએફઓ, ફોરેસ્ટર, ગાર્ડ સહિત ત્રણ સામે એફઆઈઆર નોધાઈ રહ્યાના સમાચાર મળી રહ્યા છે.

અખિલ ગુજરાત મકરાણી બ્લોચ સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચે આ પ્રકરણમાં સહકાર આપનાર તમામ સમાજ વર્ગ, માલધારીઓ, ધારાસભ્ય-જાહેર જીવનના આગેવાનો- રેન્જ આઇજી-એસપી-ડીવાયએસપી-પોલીસ અધિકારીઓ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો છે.

સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે.

(12:29 PM IST)